ગુજરાત

gujarat

ETV Bharat / state

આ ગ્રામ પંચાયતે ટેકનોલોજીના ઉપયોગથી શરૂ કરી ફરિયાદ 'સેવા', ગ્રામજનોને ધક્કા ખાવા માંથી મળશે મુક્તિ - સુરતના સમાચાર

શહેરો જેમ આધનિક અને ટેકનોલોજી સાથે આગળ વધી રહ્યાં છે તેમ ગામડાઓ પણ ટેકનોલોજીનો ભરપુર ઉપયોગ કરતા થઈ રહ્યાં છે. સુરત જિલ્લાના પલસાણા ગ્રામ પંચાયતે પણ ટેકનોલોજીનો ઉપયોગ કરીને એક નવતર પહેલ શરૂ કરી છે. ગામમાં લોકોને કોઈપણ સમસ્યા અંગે ફરિયાદ હોય તો તેના માટે પંચાયતે ડિજીટલ સેવા શરૂ કરી છે. જેમાં ક્યુઆર કોડ સ્કેન કરવાથી લોકોની ફરિયાદ ગ્રામ પંચાયતને પહોંચી જાય તેવી સુવિધા વિકસાવવામાં આવી છે.

આ ગ્રામ પંચાયતે ટેકનોલોજીના ઉપયોગથી શરૂ કરી ફરિયાદ 'સેવા'
આ ગ્રામ પંચાયતે ટેકનોલોજીના ઉપયોગથી શરૂ કરી ફરિયાદ 'સેવા'

By ETV Bharat Gujarati Team

Published : Dec 12, 2023, 9:29 AM IST

આ ગ્રામ પંચાયતે ટેકનોલોજીના ઉપયોગથી શરૂ કરી ફરિયાદ 'સેવા'

બારડોલી: પલસાણા ગ્રામ પંચાયત એક ઔદ્યોગિક વિસ્તાર હોવાની સાથે-સાથે એક મોટા વિસ્તારમાં વિસ્તરેલો છે, જેથી ગામ લોકોને ગ્રામ પંચાયત સુધી પહોંચવું મુશ્કેલ હતું. તેના નિવારણ માટે ઘર બેઠા આંગળીના ટેરવે જ સમસ્યાનું સમાધાન થાય તેવા પ્રયાસો ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવ્યા છે. આ માટે ઓનલાઈન ફરિયાદની શરૂઆત થતા ગ્રામજનોને ધક્કા ખાવા માંથી મુક્તિ મળશે .

પ્રાથમિક સુવિધાઓ અંગે ફરિયાદ: સુરત જિલ્લાના ગામડાઓ હવે આધુનિક બનવા તરફ પ્રયાણ કરી કરી રહ્યા છે. ત્યારે સુરત જિલ્લાનો મોટો ઔદ્યોગિક એકમ ધરાવતી પલસાણા ગ્રામ પંચાયતે એક નવતર પહેલ શરૂ કરી છે. ગામ પંચાયતમાં ગ્રામજનો પોતાના વિસ્તારમાં સ્ટ્રીટ લાઈટ, પાણી, વીજળી સહિત પ્રાથમિક સુવિધાના કામો કરાવવા માટે ગ્રામ પંચાયતમાં ધક્કા ખાવા પડી રહ્યા હતા. પરંતુ હવે આ પલસાણા ગ્રામ પંચાયત એવી પ્રથમ ગ્રામ પંચાયત બની છે કે, જ્યાં ગ્રામજનો હવે પોતાની ફરિયાદ કે અન્ય કોઈ સમસ્યા હોય તો ઓનલાઈન ફરિયાદ કરી શકે છે. પંચાયત દ્વારા એક વેબસાઈટ સાથે એક ક્યુઆર કોડ ગ્રામજનોની સેવા માટે મૂક્યું છે. એ ક્યુઆર કોડ સ્કેન કરો એટલે ફરિયાદ તરત ગ્રામ પંચાયતમાં નોંધાઈ જાય છે.

ગામના કોઈપણ નાગરિક પોતાની સમસ્યા અથવા ફરિયાદ રજીસ્ટર કરે એટલે એ ફરિયાદની દરેક અપડેટ તેમજ તેનું નિરાકરણ સુધીની તમામ માહિતી તેઓને ઓનલાઈન જ મળી જાય તેવી સુવિધા ઉભી કરાઈ છે. જો કે ગ્રામ પંચાયત દ્વારા ટેકનોલોજીને પ્રાધાન્ય આપી નવી સુવિધા પૂરી પાડતા ગ્રામજનોનો પણ સારો પ્રતિભાવ મળી રહ્યો છે.

આ સુવિધા શરૂ થયા પછી પલસાણા ગ્રામ પંચાયતમાં ગ્રામજનો સરળતાથી પોતાની ફરિયાદ કરતા થયા છે. ઓનલાઇન મળતી ફરિયાદો અને તેના નિવારણ માટે પણ તાકીદે પગલા લેવાય છે. અને નિવારણની પણ તમામ કામગીરી પારદર્શિતા પૂર્વક ઓનલાઇન જ ફરિયાદીને મળી જાય છે. સુરત જિલ્લામાં આ પ્રકારની કામગીરી કરનાર પલસાણા ગ્રામ પંચાયત પ્રથમ ગ્રામ પંચાયત બની છે. જેનો ગ્રામજનો વધુમાં વધુ ઉપયોગ કરે એવા પ્રયત્નો પણ હાલ પંચાયત દ્વારા કરવામાં આવી રહ્યા છે. - પ્રવિણભાઈ આહિર,ગામના સરપંચ

  1. દિવાળી બાદ પણ હીરાઉદ્યોગની મંદી યથાવત, રત્નકલાકારો કફોડી સ્થિતિમાં, સરકાર પાસે માંગી મદદ
  2. સુરતના વિદ્યાર્થીઓએ વૈજ્ઞાનિકોને ચોંકાવી દે તેવું રોવર 'અગત્સ્ય' તૈયાર કર્યુ, માત્ર દોઢ લાખના ખર્ચે તૈયાર થયું છે પ્રોટોટાઈપ મોડલ

ABOUT THE AUTHOR

...view details