ગુજરાત

gujarat

ETV Bharat / state

તબલીગ મરકજમા ગયેલા સુરતના 76 લોકોને શોધવા પાલિકાએ ટીમ બનાવી - મ્યુનિસિપલ કમિશ્નર

દિલ્હી ખાતે યોજાયેલા નિઝામુદ્દીન તબલીગ મરકજ ઘટનાના કારણે આખા દેશમાં ચિંતાનો માહોલ સર્જાયો છે. ત્યારે સુરત મ્યુનિસિપલ કમિશનર બંછા નિધી પાનીએ જણાવ્યું હતું કે, આ તબલીગ મરકજમા સુરતથી 76 લોકો ગયા હતા. આ તમામને સંપર્ક કરવા તંત્રએ તજવીજ હાથ ધરી છે. આ અંગે કોઈ જાણકારી હોય તો ટોલ ફ્રી નંબર પર જણાવવાની મ્યુનિસિપલ કમિશનરે અપીલ કરી છે.

તબલીગ મરકજમા સુરતથી 76 લોકો ગયા હતા, શોધવા પાલિકાએ ટીમ બનાવી
તબલીગ મરકજમા સુરતથી 76 લોકો ગયા હતા, શોધવા પાલિકાએ ટીમ બનાવી

By

Published : Mar 31, 2020, 8:09 PM IST

સુરત: મ્યુનિસિપલ કમિશનર બંછા નિધી પાનીએ જણાવ્યું હતું કે, આ એક ચિંતાનો વિષય અત્યારે સામે આવ્યો છે કે, જે લોકો દિલ્હીના નિઝામુદ્દીન તબલિકી મરકજમાં એકત્રિત થયા હતા, તેવા લગભગ 76 કેસ સુરતના છે અને તે તમામ કેસ શોધી કાઢવા માટે ટીમનું ગઠન કરવામાં આવ્યું છે. એ તમામ કેસને આપણે ક્વારેન્ટાઇન હેઠળ સંપૂર્ણ રીતે 14 દિવસ રહેશે અને એવા કોઈપણ આ કાર્યક્રમમાં યોગદાન આપ્યું હોય તે તમામને એ પણ વિનંતી કરીએ છે કે પોતાના ઘરમાંથી બહાર ન નીકળે અને કોઈ અન્ય જાણકારી મળે તો 18001238000 પર સંપર્ક કરે.


સોમવારે સુરતના રાંદેર વિસ્તારમાં રહેતા 67 વર્ષીય વૃદ્ધનો કોરોના વાઇરસનો કેસ પોઝિટિવ મળ્યો છે. જેથી તેના નિવાસ સ્થાનના એક કીલો મીટરના આજુબાજુના વિસ્તારને માસ કવારન્ટાઇન જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે બેરીકેટિંગ કરવામાં આવ્યું છે. આ તકે જરૂરિયાત પડે તો પાલિકા દ્વારા આ વિસ્તારમાં રેડ ફ્લેગ પણ લગાવવામાં આવશે. સંપૂર્ણ રાંદેર વિસ્તારને ડિસઇન્ફેક્શન કરવામાં આવ્યું છે. વૃદ્ધના સંપર્કમાં આવનારા તમામ દુકાન અને ઘરના આસપાસ એક કીલો મીટર ત્રિજયામાં રહેતા તમામ લોકોને ક્વારેનટાઈન કરાયા છે.

કોરોના વાઇરસને પાલિકા દ્વારા ડોર ટુ ડોર સર્વે કરી રહ્યા છે. મ્યુનિસિપલ કમિશ્નર બંછા નિધી પાની એ જણાવ્યું હતું કે અત્યાર સુધી 58 લાખ લોકોનો સર્વે કરવામાં આવ્યો છે અને તેમાંથી 5688 જેવા લોકોને શરદી, ખાંસી, ઉધરસ જેવા પ્રકારની બાબતો સામે આવ્યું છે. એટલે એ પૈકી જેટલા લોકો 60 વર્ષ ઉંમરથી વધારે હોય તે લોકોનું ખાસ કાળજી રાખવામાં આવે છે.

તેઓએ વધુમાં જણાવ્યું હતું કે કોરોના વાઇરસની સ્થિતિમાં માનસિક તંદુરસ્તીએ ખૂબ જ અગત્યનું છે. કોઈ પણ વસ્તુને હરાવવા માટે આપણે માનસિક રીતે ખૂબ જ તંદુરસ્ત રહેવા જોઈએ. એટલે હું બધાને અપીલ કરું છું કે આપણે કોઈપણ રીતે કોરોના માટે બહુ વધારે ચિંતિત ન હોય. આપણે જે કોરોના માટે કરવું જોઈએ એ જ સોશિયલ ડિસ્ટનસિંગ છે. માનસિક સ્થિતિ તંદુરસ્ત રાખી હરાવી શકીએ.

સુરતમાં રેન બસેરા 28 અને 52 રિલીફ સેન્ટર છે. તમામમાં 6552 જેટલા લોકોને પાલિકા દ્વારા જમવાનું આપવામાં આવી રહ્યા છે. જેમાં 185થી વધારે એનજીઓ મદદમાં છે અને આગેવાનો છે. પાલિકા દ્વારા બેન્ક એકાઉન્ટ જાહેર કરવામાં આવ્યું તે એકાઉન્ટમાં લગભગ ૫૦ લાખનો આજુબાજુ લોકોએ અલગ અલગ રીતે દાન કર્યું છે.

ABOUT THE AUTHOR

...view details