સુરતઃ કોરોના વાઇરસને નાથવા બારડોલી પોલીસે નવતર પ્રયોગ કર્યો હતો. નગરના મુખ્ય માર્ગ પર રોડ પર કોરોનાને હરાવવા માટે રોડ પેઇન્ટિંગ શરૂ કર્યું હતું. બીજા ચરણમાં પ્રવેશેલા લોકડાઉન દરમિયાન ગુજરાતમાં દસ્તક દેતા કોરોનાના કહેરથી બારડોલીના જનજીવને સ્વસ્થ અને સુરક્ષિત રાખવાના સક્રિય પ્રયત્ન કરતા બારડોલી પોલીસ મથક દ્વારા રોડ પેઇન્ટિંગનો નવતર અને આકર્ષક અભિગમ સ્વરૂપ પ્રયોગ શરૂ કર્યો છે.
કોરોના અંગે જનજાગૃતિ માટે બારડોલી પોલીસનો સરાહનીય પ્રયોગ - રોડ પેઇન્ટિંગ
કોરોના વાઇરસને નાથવા બારડોલી પાલીસે નગરના મુખ્ય માર્ગ પર રોડ પેઇન્ટિંગનો નવતર અને આકર્ષક અભિગમ શરૂ કર્યો છે. જેથી લોકોમાં જાગૃતિ આવે અને લોકો નિયમોનું પાલન કરે.

કોરોના અંગે જનજાગૃતિ માટે બારડોલી પોલીસનો સરાહનીય પ્રયોગ
બારડોલીના રાજ માર્ગ પર ઠેર-ઠેર જાગૃતતા જ કોરોનાને હરાવશએ અને "ઘરમાં રહો સુરક્ષિત રહો"ના સંદેશ સાથે સોશિયલ ડિસ્ટન્સ જાળવવા અપીલ કરી હતી.