સુરત: રક્ષાબંધનના પર્વ પર મોટી સંખ્યામાં યાત્રીઓનો ઉપયોગ કરતા હોય છે. પરંતુ રક્ષાબંધનના પર્વ પહેલા એટલે 26થી 28 ઓગસ્ટ સુધી યાત્રીઓ જો મુંબઈ સુરત અમદાવાદ જવા માટે તૈયારીઓ કરી રહ્યા હોય તો મહત્વની સૂચના રેલવે વિભાગ દ્વારા જાહેર કરવામાં આવી છે. રેલવે વિભાગ દ્વારા ત્રીજી નવી લાઈનને ઉધના યાર્ડમાં જોડવા માટે કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. કુલ 57 ટ્રેન રદ કરાઈ છે.
70 હજારથી વધુ યાત્રીઓને અસર:આ મેગા બ્લોકના કારણે આ ત્રણ દિવસ દરમિયાન 70 હજારથી પણ વધુ યાત્રીઓને અસર થશે. જેની અંદર ખાસ તાપ્તી ગંગા, ફ્લાયિંગ રાની, ભાગલપુર સહિતની ટ્રેનોના યાત્રીઓ પર અસર જોવા મળશે. જો કે રેલવે વિભાગ દ્વારા તમામ યાત્રીઓને રિફંડ આપવાની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે.
" ઉધનામાં ટ્રેન વ્યવહાર વધે આ માટે આ પ્રક્રિયા ચાલુ છે. બુકિંગ કરનાર યાત્રીઓને કોઈ હાલાકી ન થાય આ માટે પણ અમે તકેદારી લઈ રહ્યા છે. રિફંડ આપવાની પણ કામગીરી ચાલુ છે. ટૂંક સમયમાં નવી ટ્રેનો પણ મળી જશે. હજી નવી લાઈનને ઉધના સાથે જોડવાની કામગીરી માટે 26થી લઈને 28 ઓગસ્ટ સુધી કાર્ય ચાલશે જેના કારણે આશરે 57 ટ્રેનો રદ કરાઈ છે." - સુમિત ઠાકુર, સીપીઆરઓ, રેલવે
કઈ ટ્રેનો રદ થઈ છે:
12980 જયપુર બાંદ્રા ટર્મિનલ્સ
12932 અમદાવાદ મુંબઈ સેન્ટ્રલ ડબલ ડેકર
22904 બાંદ્રા ટર્મિનલ્સ એસી એક્સપ્રેસ
12268 હાપા દુરંતો
22210 નવી દિલ્હી દુરંતો
22902 ઉદયપુર બાંદ્રા ટર્મિનલ્સ
22966 ભગત કી કોઠી બાંદ્રા
12902 અમદાવાદ દાદર સુપરફાસ્ટ
22452 ચંડીગઢ બાંદ્રા ટર્મિનલ એક્સપ્રેસ
12228 ઇન્દોર મુંબઈ દુંરંત
22209 મુંબઈ સેન્ટ્રલ દુરંતો
12959 બાંદ્રા ટર્મિનલ ભુજ સુપર ફાસ્ટ
12989 દાદર અજમેર એક્સપ્રેસ
20955 સુરત મહુવા સુપરફાસ્ટ
12979 બાંદ્રા ટર્મિનલ્સ જયપુર
9037 બાંદ્રા ટર્મિનલ્સ બાડમેર
22903 બાંદ્રા ટર્મિનલ્સ ભુજ એસી
4712 બાંદ્રા બિકાનેર સ્પેશિયલ
12931 મુંબઈ સેન્ટ્રલ અમદાવાદ ડબલડેકર
22904 બાંદ્રા ટર્મિનલ સુદયપુર સુપરફાસ્ટ
- Surat News: ઉધના રેલવે સ્ટેશન પર મેગા બ્લોક ઈન્ટરલોકિંગ કામને કારણે ત્રણ દિવસ 57થી વધુ ટ્રેનોને અસર થશે
- Western Zonal Council meeting: 28મીએ મળશે વેસ્ટર્ન ઝોનલ કાઉન્સિલની બેઠક, અમિત શાહ ફરી લેશે અધિકારીઓના ક્લાસ?