આંગણિયામાં 1 કરોડથી વધુની લૂંટ સુરત: શહેરના સરથાણા વિસ્તારમાં આવેલ શ્યામ મંદિરની આગળ આજે વહેલી સવારે લૂંટની ઘટના બની હતી. ચારથી પાંચ શખ્સો ગુજરાત આંગણિયા અને આર જગદીશ આંગણિયાના એમ કુલ 5 આંગણિયાના હીરાના પેકેટો લૂંટ કરી ફરાર થઈ ગયા હતા. જો કે ગણતરીના કલાકોની અંદર પોલીસે આરોપીઓને ઝડપી લીધા હતા.
સ્થાનિક પોલીસ તથા સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ ઘટના સ્થળે પહોંચી કેવી રીતે બન્યો બનાવ: ચારથી પાંચ આરોપીઓ ઈકો ગાડીમાં આવ્યા હતા. તમામ આરોપીઓ પહેલાથી જ આંગણિયા પેઢીના હીરાની રાહ જોઈને બેઠા હતા. અને લૂંટ કરી મુંબઈ તરફ ફરાર થઇ ગયા હતા. ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસ તથા સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી હતી. આરોપીઓને પકડવા માટે પોલીસે સુરત સહિત જિલ્લાઓમાં નાકાબંધી કરી હતી. અંતે આ તમામ લૂંટારુઓને નવસારી વલસાડ હાઇવે ઉપરથી ગણતરીના કલાકોમાં જ પકડી લેવામાં આવ્યા છે.
"સુરતના સરથાણા પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં આવેલ શ્યામ ધામ ચોક પાસે આજે વહેલી સવારે બસો આવે છે. ત્યાં સવારે 6:15 થી 6:30 આસપાસ લૂંટની ઘટના બની હતી. ગુજરાત આંગણિયા અને આર જગદીશ આંગણિયાના એમ કુલ 5 આંગણિયાના હીરાના પેકેટો પાંચથી છ શખ્સો બંદૂકની અણીએ લૂંટીને મુંબઈ બાજુ ફરાર થઈ ગયા હતા." - ભક્તિ ઠાકર, ડીસીપી, સુરત પોલીસ ઝોન 1
મુદ્દામાલ સાથે આરોપીની ધરપકડ: વધુમાં જણાવ્યું કે ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ તથા સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી હતી. આંગણિયાના માલિકની પૂછપરછ કર્યા બાદ તાત્કાલિક તપાસ શરૂ કરી હતી. અને ત્યારબાદ તમામ આરોપીઓની પીછો કરીને મુદ્દામાલ સાથે ધરપકડ કરી હતી. પાંચથી છ આરોપીઓ હતા અને તેમની સાથે એક દેશી તમંચો અને એક પિસ્તોલ અને એક ધારિયા જેવું સાધન જપ્ત કરવામાં આવ્યું છે.
- આણંદમાં આંગણિયા પેઢીના માલિક સાથે લૂંટ, 45 લાખ લૂંટી બાઇક સવાર પલાયન
- રાજકોટમાં ધોળા દિવસે આંગડિયા પેઢીના કર્મી પાસેથી લૂંટ ચલાવી લૂંટારુંઓ ફરાર