ગુજરાત

gujarat

ETV Bharat / state

140 પૈકી 61 ટેક્સટાઇલ માર્કેટને ખોલવાની પરવાનગી આપવામાં આવી - સુરત ફેડરેશન ઓફ ટેકસ્ટાઈલ્સ ટ્રેડર્સ એસોસિયેશન

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી 140 પૈકીની 61 માર્કેટને શરૂ કરવા અંગેની પરવાનગી આપવામાં આવી છે. જ્યારે બાર જેટલી માર્કેટ ક્લસ્ટર વિસ્તારને અડીને આવેલી હોવાથી પરવાનગી આપવામાં આવી નથી. આ સિવાય સેન્ટ્રલ ઝોનમાં આવેલી માર્કેટને હજી સુધી પરવાનગી ન મળતા વેપારીઓમાં અસમંજસની સ્થિતિ ઉભી થઇ છે. જેને લઈ સુરત ફેડરેશન ઓફ ટેકસ્ટાઈલ્સ ટ્રેડર્સ એસોસિયેશન દ્વારા સુરત મહાનગરપાલિકા કમિશ્નરને રજુઆત કરવા અંગે તૈયારી દર્શાવવામાં આવી છે.

140 પૈકી  61 ટેક્સટાઇલ માર્કેટને ખોલવાની પરવાનગી આપવામાં આવી
140 પૈકી 61 ટેક્સટાઇલ માર્કેટને ખોલવાની પરવાનગી આપવામાં આવી

By

Published : May 30, 2020, 2:48 PM IST

સુરતઃ આજ રોજ સુરત ફોસ્તાના અગ્રણીઓ આ મામલે પાલિકા કમિશ્નર બંછાનિધિ પાનીને મળવાના છે. જેમાં ક્લસ્ટર વિસ્તાર બહાર આવેલા માર્કેટને ખોલવા માટે પરવાનગી આપવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવશે.

140 પૈકી 61 ટેક્સટાઇલ માર્કેટને ખોલવાની પરવાનગી આપવામાં આવી

છેલ્લા બે માસથી ચાલી રહેલા લોકડાઉનના કારણે ટેકસ્ટાઈલ્સ ઉદ્યોગને 12 હજાર કરોડથી વધનું નુકશાન સહન કરવાનો વારો પણ આવ્યો છે. સુરત રિંગ રોડની ટેકસ્ટાઈલ્સ માર્કેટને ક્લસ્ટરમાંથી રેડ ઝોનમાં મૂકવામાં આવી છે. 140 પૈકીની 61 માર્કેટને ખોલવાની પરવાનગી આપવામાં આવી છે. અન્ય 12 માર્કેટ ક્લસ્ટર વિસ્તારમાં આવતી હોવાથી પરવાનગી હાલ નથી અપાઇ. અન્ય માર્કેટોને ખોલવા અંગે પરવાનગી મેળવવા મનપા કમિશ્નરને રજૂઆત કરાશે. સુરત ફેડરેશન ઓફ ટેકસ્ટાઈલ્સ ટ્રેડર્સ એસોસિયેશનને મનપા દ્વારા યાદી આપવામાં આવી છે.

જે માર્કેટ ખોલવા અને અન્ય બાર માર્કેટ બંધ રાખવા અંગેની યાદી અપાઈ છે. ક્લસ્ટર વિસ્તારને અડીને આવેલી માર્કેટને પરવાનગી નહીં. જ્યારે 61 માર્કેટને હાલ પરવાનગી આપવામાં આવી છે. માર્કેટ ના સંચાલકોએ કોવિડ - 19 ના નિયમોનું ચુસ્ત પાલન કરવા કડક સુચના આપવામાં આવી છે. સોશિયલ ડિસ્ટનસિંગ, ફરજિયાત માસ્ક સહિત વારંવાર હાથ સેનેટાઈઝ કરવા જેવા નિયમોનું પાલન કરવું પડશે. પહેલી જૂનથી માર્કેટ શરૂ થશે.

ABOUT THE AUTHOR

...view details