કામધંધા અર્થે લાખો લોકો ઓડિશાથી હજારો કિલોમીટર દૂર સુરતમાં આવીને વસ્યા છે. આપત્તિના સમયમાં તેઓ મદદ માટે આગળ આવ્યા છે. મૂળ ઓરિસ્સાના લોકો સુરતથી પોતાના રાજ્યના લોકો માટે રાહત સામગ્રી મોકલાવી રહ્યા છે. આજે આ રાહતસામગ્રીનો જથ્થો પુરી એક્સપ્રેસ ટ્રેનમાં રવાના કરાયો છે. જેમાં પીવાનું પાણી, પૌઆ, ખાંડ અને બિસ્કીટ જેવી ખાદ્ય સામગ્રીનો સમાવેશ કરાયો છે.
ફાની ચક્રવાતની અસર યથાવત, સુરતમાં રહેતા ઓડિશાનાં લોકોએ વતનમાં રાહતસામગ્રી મોકલી - help for odissa
સુરત: ઓડિશામાં આવેલા ભયાનક ફાની ચક્રવાતના કારણે ત્યાંના લોકોનું જનજીવન આજે પણ અસ્તવ્યસ્ત છે. સુરતમાં ઓડિશાના લોકો વસે છે. સુરતમાં રહેતા આ લોકોએ વતનપ્રેમ અને મદદની ભાવનાથી ઓડિશા રાહતસામગ્રી મોકલી પોતાની ફરજ નિભાવી છે.
ફાની ચક્રવાતની અસર યથાવત, સુરતમાં રહેતા ઓડિશાનાં લોકોએ વતનમાં રાહતસામગ્રી મોકલી
મુશ્કેલીના સમયમાં ઓડિશાના લોકો પોતાનું જીવન નિર્વાહ કરી શકે તે માટે શક્ય હોય તેટલી મદદ કરવા દરેક લોકોએ આગળ આવવું જોઈએ તેવી અપીલ સુરતમાં રહેતા ઓડિશાના લોકોએ કરી છે.