ઔષધીય વનસ્પતિ લોકોને ઉપચાર માટે મળી રહે તે માટે ખાસ મેળાનું આયોજન સુરત:દક્ષિણ ગુજરાતના 100થી વધુ આદિવાસી પરંપરાગત વેદુ ભગત દ્વારા ઔષધીય વનસ્પતિ લોકોને ઉપચાર માટે મળી રહે આ માટે ખાસ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. સુરત શહેરમાં મેળા અઠવા પાર્ટી પ્લોટ ખાતે આયોજિત કરવામાં આવ્યો છે. આયુર્વેદ ચમત્કારિક છે એ લોકોએ કોરોના કાળ દરમિયાન અનુભવ કર્યો છે. આ મેળા શ્રી પછાત મહિલા વિકાસ મંડળ ભાવનગર તથા સવેરી સેતુ ફાઉન્ડેશન દ્વારા આયોજિત છે.
ઔષધીય વનસ્પતિ લોકોને ઉપચાર માટે મળી રહે આ માટે ખાસ મેળાનું આયોજન કરવામાં આવ્યું ખાસ મેળાનું આયોજન: દુર્લભ વનસ્પતિઓના માધ્યમથી જટિલ રોગોની સારવાર થાય છે જોકે આદિવાસી વિસ્તાર સુધી શહેરના લોકો પહોંચી શકતા નથી અને આ આદિવાસી સમાજના વૈદુ પણ શહેર સુધી આવી શકતા નથી. આ માટે એક ખાસ મેળાનું આયોજન સુરત શહેરમાં કરવામાં આવ્યું છે. જેથી શહેરના લોકો આ લાભ લઈ શકે અને વૈદુ ભગત અને પણ આજીવિકાનું એક સાધન મળી રહે. આ વનસ્પતિઓમાંથી અને એક ખૂબ જ દુર્લભ છે વર્ષમાં એકવાર જ આ વનસ્પતિ આ વૈદુ ભગતોને મળે છે.
સુરત શહેરમાં ગુજરાત અને મહારાષ્ટ્રની દુર્લભ ગણાતી આયુર્વેદિક વનસ્પતિઓ મળી રહી આ પણ વાંચોHanuman Jayanti 2023: અમદાવાદમાં આવતીકાલે હનુમાનજીની ભવ્ય શોભાયાત્રાનું આયોજન
ઔષધીય ગુણોના પારખું વૈદુ ભગતો:અનેક જટિલ રોગ જેમાં કેન્સર, પેટની તકલીફ, ડાયાબિટીસ, પેરાલીસીસ ગુટણના દુખાવો, થાઈરોઈડ, સ્નાયુ, કિડની, પાચનતંત્ર, અસ્થમા ચામડી, સાંધાના દુખાવા સહિતના રોગો માટે સુરત શહેરના અઠવાલાઇન્સ પાર્ટી પ્લોટ ખાતે આયોજિત આ મેળામાં 700 થી પણ વધુ આયુર્વેદિક વનસ્પતિઓ ઉપચારરૂપ મળી રહી છે. અતિ દુર્લભ ગણાતી આ વનસ્પતિઓના માધ્યમથી તેના ઔષધીય ગુણોના પારખું વૈદુ ભગતો લોકોને સારવાર પણ આપી રહ્યા છે. આ મેળા શ્રી પછાત મહિલા વિકાસ મંડળ ભાવનગર તથા સવેરી સેતુ ફાઉન્ડેશન દ્વારા આયોજિત છે.
આ પણ વાંચોJunagadh News : આ શ્રાવક પરિવાર ઉપાશ્રયોને પુરા પાડે છે વિનામૂલ્યે શેકેલા ગાંઠિયા
100 થી વધુ સ્ટોલ:આ મેળાના આયોજક ડોક્ટર જયશ્રી બાબરીયાએ જણાવ્યું હતું કે, દક્ષિણ ગુજરાતના વલસાડ ડાંગ અને આવવાના વૈદુ ભગતો આ મેળામાં હાજર છે. સૌથી વધુ સ્ટોલમાં તેઓ લોકોને અનેક ઔષધીઓના માધ્યમથી ઉપચાર આપી રહ્યા છે. આ ઔષધીઓ વાજબી દરેક લોકો માટે ઉપલબ્ધ છે ઔષધી વનસ્પતિનું વેચાણ સાથે ઓર્ગેનિક ફૂડ અને ક્લિનિકલ મસાજ સ્ટીમ પણ આપવામાં આવે છે.