ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરતના પરિવારે બ્રેઈનડેડ યુવકના અંગોનું કર્યું દાન, 3 લોકોના જીવનમાં આવ્યો નવો પ્રકાશ - Bhatpur GIDC Surat

સુરતમાં એક પરિવારે બ્રેઈનડેડ વ્યક્તિના અંગોનું દાન કરી ત્રણ લોકોને નવું જીવન (organ donation of brain dead) આપ્યું છે. આ પરિવારે ત્રણ લોકોના જીવનમાં દિવાળીની જ્યોત પ્રજવલ્લિત કરી છે. ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ પણ આ પરિવાર સાથે મૂલાકાત કરી તેમની કામગીરીની બિરદાવી (Accident in Surat) હતી.

સુરતના પરિવારે બ્રેઈનડેડ યુવકના અંગોનું કર્યું દાન, 3 લોકોના જીવનમાં આવ્યો નવો પ્રકાશ
સુરતના પરિવારે બ્રેઈનડેડ યુવકના અંગોનું કર્યું દાન, 3 લોકોના જીવનમાં આવ્યો નવો પ્રકાશ

By

Published : Oct 24, 2022, 1:39 PM IST

સુરતશહેરમાં આવેલા હજીરા વિસ્તારમાં (Hazira area Surat) થોડા દિવસ પહેલા એક અકસ્માત (Accident in Surat) થયો હતો. જેમાં એક યુવક ગંભીર રીતે ઘવાયો હતો. તેને નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે રાખવામાં આવ્યો હતો, પરંતુ સારવાર દરમિયાન યુવકનું બ્રેઈનડેડ થતા (brain dead youth) તેમનું મોત થયું હતું. ત્યારબાદ પરિવારે તેમના અંગોનું દાન કરતા ત્રણ લોકોના જીવનમાં પ્રકાશ આવ્યો છે.

3 લોકોને મળ્યું નવજીવન શહેરના હજીરા (Hazira area Surat) વિસ્તારમાં રહેતા ધર્મેન્દ્રસિંહ રાજપૂત કે, જેમનું 20 ઓક્ટોબરે અકસ્માત (Accident in Surat) થયો હતો. ત્યારબાદ તેમનું બ્રેઈનડેડ થતા નિધન થયું હતું. ત્યારબાદ પરિવારે તેમના અંગોનું દાન (organ donation of brain dead) કરવાનું નક્કી કર્યું હતું. તેના કારણે ત્રણ લોકોના જીવનમાં દિવાળીની જ્યોત પ્રજવલ્લિત થઈ છે.

20 ઓક્ટોબરે મૃતકનો થયો હતો અકસ્માત

સુરત અંગદાનમાં મોખરે અંગદાન મહાદાન આ વિચારોને ગુજરાતની જનતા સૌ લોકો સાથે મળીને આ વિચારને ગુજરાતના ખૂણે ખૂણે પહોંચાડવાનું કામ ચાલી રહ્યું છે. ત્યારે ગુજરાતમાં ખાસ કરીને સુરત શહેર સૌથી વધુ અંગદાન કરનારું શહેર છે. ઝારખંડના રહેવાસી અને શહેરના ભાટપૂર ગામ GIDCમાં (Bhatpur GIDC Surat) ધર્મેન્દ્રસિંહ રાજપૂત કામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. એમને ત્રણ બાળકો પણ છે.

2 કિડની અને લિવરનું દાનઆ અંગે ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ (Harsh Sanghvi Home Minister) જણાવ્યું હતુ કે, મૃતકનાં પત્ની અને તેમનાં બાળકોએ ત્રણ લોકોને જીવન બચાવાની શ્રેષ્ઠ કામગીરી આ દિવાળી અવસર પર કરી છે. આ બાબતની મને જ્યારે માહિતી મળે ત્યારે તાત્કાલિક એમના પરિવારને મળવા આવ્યો છું. પરિવારના છોકરાઓની ઉંમર હજી નાની છે. એમના પત્ની અને એમના પતિ બંને જણા કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. એમના પરિવારને ઈશ્વર દુઃખના સમયએ શક્તિ આપે અને સમાજવતી એમના પરિવારને બંને હાથ જોડી હું વંદન કરવા આવ્યો હતો. તેમણે 2 કિડની અને લિવરનું દાન (organ donation of brain dead youth ) કર્યું છે.

કોઈકના શરીરમાં મારા પિતા આજે પણ જીવંત છેપરિવારે જણાવ્યું હતું કે, આજે અમે જે કર્યું છે તે દેશ માટે ખૂબ જ મહત્વની (organ donation of brain dead youth) વાત છે. આજે અમારા પિતા અમારી વચ્ચે નથી, પરંતુ કોઈકને કોઈકના શરીરમાં આજે મારા પિતા જીવંત છે. મેં આ વિચારીને મારા પિતાનું અંગદાન કર્યું છે અને ત્રણ લોકોને મારાં પિતાનું લીવર અને કિડની આપી છે. એટલે કે, એના થકી ત્રણ લોકોનો જીવ બચ્યો છે.

ABOUT THE AUTHOR

...view details