ગુજરાત

gujarat

ETV Bharat / state

14 દિવસની અંદર સાતમું અંગદાન : ત્રણ લોકોને નવું જીવનદાન આપી માનવતા મહેકાવી

સુરત નવી સિવિલ હોસ્પિટલ દ્વારા અંગદાનનું અભિયાન (Organ Donation in Surat) શરૂ કરવામાં આવ્યું હોય તેવું લાગી રહ્યું છે. સિવિલ હોસ્પિટલ દ્વારા 14 દિવસની અંદર સાતમું અંગદાન કરાવામાં આવ્યું છે. બે કિડની અને એક લીવર ડોનેટ કરી ત્રણ લોકોને નવું જીવનદાન આપી માનવતા મહેકાવી આવી છે. (Surat New Civil Hospital)

14 દિવસની અંદર સાતમું અંગદાન : ત્રણ લોકોને નવું જીવનદાન આપી માનવતા મહેકાવી
14 દિવસની અંદર સાતમું અંગદાન : ત્રણ લોકોને નવું જીવનદાન આપી માનવતા મહેકાવી

By

Published : Nov 11, 2022, 11:32 AM IST

સુરત : નવી સિવિલ હોસ્પિટલ ઓર્ગન ડોનેટનું અભિયાન શરૂ કર્યું હોય (Organ Donation in Surat) તેમ લાગી રહ્યું છે. હોસ્પિટલ દ્વારા 14 દિવસની અંદર જ સાતમું અંગદાન કરવામાં આવ્યું છે. 44 વર્ષીય નીવોડ રૂપનારાયણ ઠાકુરનું ગત સાત તારીખના મધ્ય રાત્રીએ સુરત જિલ્લાના પલસાણા હાઇવે પર માર્ગ અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં તેઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત તેમજ સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. બે દિવસ સારવાર ચાલ્યા બાદ ગઈકાલે બપોરે તેમને બ્રેઇનડેડ થતા મૃત્યુ નીપજ્યું હતું. જોકે મૃતક નીવોડના પરિવારે તેમના અંગના બે કિડની અને એક લીવર ડોનેટ કરી ત્રણ લોકોને નવું જીવનદાન આપી માનવતા મેહકાવી આવી છે. (Surat New Civil Hospital)

સુરત સિવિલ હોસ્પિટલ દ્વારા 14 દિવસની અંદર સાતમું અંગદાન

શું હતો સમગ્ર મામલોઆ બાબતે મૃતક નીવોડના પુત્ર રોનક કુમાર ઠાકોરે જણાવ્યું હતું કે, મારા પિતા મિલમાં રોજગારી મેળવી અમારા પરિવારનું ગુજરાન ચલાવતા હતા. ગત 7 મી તારીખના મધ્યરાત્રીએ મારા પિતા કોઈ કામસર મિલમાં જઈ રહ્યા હતા, ત્યારે તેમનું કડોદરા ચાર રસ્તા પાસે ક્રોસ કરતી વેળાએ અજાણ્યા વાહન ચાલે કે ટક્કર મારી હતી. જેથી મારા પિતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. તેમને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે પ્રથમ સંજીવની હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પરંતુ ત્યાંથી તેમને 8 તારીખે નવી સિવિલ હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા. (organ donation day)

અંગોના દાનથી લોકોનું જીવન બચી જશેવધુમાં જણાવ્યું કે, સિવિલ હોસ્પિટલમાં બે દિવસ સારવાર ચાલ્યા બાદ ગઈકાલે બપોરે તેમને બ્રેઇનડેડ થતા તેમનું મૃત્યુ નીપજ્યું છે. જોકે અમને સિવિલ હોસ્પિટલના ડોક્ટરો તેમજ ઓર્ગન ડોનેટની ટીમ દ્વારા એમને ઓર્ગન ડોનેટવિશે સમજાવવામાં આવ્યું, ત્યારબાદ અમે અમારા પરિવારે કઠણ હદય રાખી નક્કી કર્યું કે, પિતાનું શરીર તો બળીને ખાખ થઈ જશે, પરંતુ તેમના અંગોના દાનથી કેટલાક લોકોનું જીવન બચી જશે. જેથી અમે અમારા પિતાના અંગોના બે કિડની અને એક લીવર ડોનેટ કરી ત્રણ લોકોને દાન કર્યું છે. (Organ Donation Campaign in Surat)

બે કિડની અનેક લીવરઆ બાબતે સિવિલ હોસ્પિટલના RMO ડો.ઓમકાર ચૌધરીએ જણાવ્યું કે, આજે નવી સિવિલ હોસ્પિટલમાં ફરી એક વખત અંગદાન કરવામાં આવ્યું છે. હોસ્પિટલમાં ગત 8 તારીખના રોજ એક પેસન્ટ જેમનું નામ નીવોડ રૂપનારાયણ ઠાકુર છે. તેમને કડોદરા સંજીવની હોસ્પિટલમાંથી સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા. તેમનું માર્ગ અકસ્માત થયું હતું. આ અકસ્માતમાં તેઓને માથાને ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. તેથી બપોરે તેમને બ્રેઇનડેડ થતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. અમે એમના પરિવારને અંગદાન વિશે માહિતી આપી. તેમના પરિવાર દ્વારા તેમના અંગદાન કરીને બે કિડની અનેક લીવર અમદાવાદની IKDRCને આપવામાં આવ્યું છે. (Organ donation at Surat Hospital)

ABOUT THE AUTHOR

...view details