ગુજરાત

gujarat

ETV Bharat / state

Organ Donate Civil Hospital in Surat : સુરત સિવિલ હોસ્પિટલને સૌપ્રથમ વખત ઓર્ગેન ડોનેટની મળી મંજૂરી

સ્ટેટ ઓર્ગન એન્ડ ટીશ્યુ ટ્રાન્સપ્લાન્ટેશન ઓર્ગેનાઈઝેશન ગુજરાત દ્વારા સુરત સિવિલ હોસ્પિટલને ઓર્ગન ડોનેટની મંજૂરી (Organ Donate Civil Hospital in Surat) આપવામાં આવી છે. જેની શરૂઆત માંડવીના એક બ્રેઈન ડેડ વૃદ્ધના અંગોનું પ્રથમ દાનથી (Organ Donation of Brain old Man) કરવામાં આવ્યું છે.

Organ Donate Civil Hospital in Surat : સુરત સિવિલ હોસ્પિટલને સૌપ્રથમ વખત ઓર્ગેન ડોનેટની મળી મંજૂરી
Organ Donate Civil Hospital in Surat : સુરત સિવિલ હોસ્પિટલને સૌપ્રથમ વખત ઓર્ગેન ડોનેટની મળી મંજૂરી

By

Published : Jan 20, 2022, 7:46 AM IST

સુરતઃ સિવિલ હોસ્પિટલને સૌપ્રથમ વખત ઓર્ગન ડોનેટની મંજૂરી (Approval of Organ Donate to Surat Civil Hospital) મળી છે. જેની મંજૂરી સ્ટેટ ઓર્ગન એન્ડ ટીશ્યુ ટ્રાન્સપ્લાન્ટેશન ઓર્ગેનાઈઝેશન ગુજરાત દ્વારા સુરત સિવિલ હોસ્પિટલને આપવામાં આવી છે. જેમાં સુરતના માંડવીના એક પરિવારે પોતાના સ્વજનનું થોડા દિવસ અગાઉ જ અકસ્માત થયું હતું. જેને લઈને તેમનું મગજ કામ કરતુ બંધ થઇ ગયું હતું. અને તે પરિવારે એમના સ્વજનના અંગોનું દાન કરવાનું વિચારીને તેમનાં અંગોનું દાન કર્યું હતું. જ્યારથી સૂરત નવી સિવિલ હોસ્પિટલને ઓર્ગન ડોનેટની મંજૂરી મળી અને ડોનટે (Organ Donate Civil Hospital in Surat) પણ મળી રહ્યા છે.

આ અંગોથી લોકોને નવું જીવનદાન મળશે

સુરત સિવિલ હોસ્પિટલને સૌપ્રથમ વખત ઓર્ગેન ડોનેટની મળી મંજૂરી

નવી સિવિલ હોસ્પિટલના ગવર્મેન્ટ મેડિકલ કોલેજના ડૉ. રૂતમપરા મેહતા જણાવ્યુ કે, આ હોસ્પિટલને સ્ટેટ ઓર્ગન એન્ડ ટીશ્યુ ટ્રાન્સપ્લાન્ટેશન ઓર્ગેનાઈઝેશન (State Organ and Tissue Transplantation Organization) ગુજરાત દ્વારા સિવિલ હોસ્પિટલને ઓર્ગન ડોનેટનું રજીસ્ટ્રેશન (Registration of Organ Donate) કરવામાં આવ્યું છે. સુરત સિવિલ હોસ્પિટલમાં પહેલું અંગ દાન થવા જઈ રહ્યું છે. હોસ્પિટલમાં ચંદ્રેશ શાહ જેવો 52 વર્ષના છે. તેઓ માંડવીના રહેવાસી છે. તેમનું એક રોડ અકસ્માતમાં થયો હતો. જેને કારણે તેમનું મગજ હવે કામ કરતું નથી. તો તેમનો પરિવાર અંગોનું દાન કરવા ઈચ્છતા હતા છે. ત્યારે કિડની, લીવર વગેરે અંગો લેવા માટે એક ટીમ અમદાવાદથી આવી છે. જે આ અંગોને લેશે અને જેને જરૂર છે તેઓને આપી તેમનું નવું જીવનદાન આપશે.

આ પણ વાંચોઃ Organ Donation in Surat -ગત 12 દિવસમાં કુલ 19 અંગો અને ટિસ્યુઓનું દાન કરાયું

ઘણા લોકોનું જીવન બચી શકશે

ડૉ. રૂતમપરા મેહતા વધુમાં જણાવ્યું હતું કે, આજની તારીખમાં અમારી પાસે સોટો કરીને એક ઓગેનાઈઝેશન છે. જે સ્ટેટ લેવલનું ઓગેનાઈઝેશન છે. જેમાં સુરત સિવિલ હોસ્પિટલનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે. જેના કારણે અહીં જે પણ બોડી આવશે. બોડીના જે પરિવાર જનો હશે તે લોકો જો અંગોનું દાન (Organ Donation of Brain old Man) કરવા ઈચ્છતા હશે તો હવે થઇ શકશે. તેમનાં અંગો અમે લઇ શકીયે છીએ અને જેમને જરૂર હશે તેમને અમે આપી શકશું. જેના કારણે ઘણા લોકોનું જીવન બચી શકશે.

આ પણ વાંચોઃ Australian tattoo model: મૉડલે તેમના શરીરના અંગો પર ટૈટૂ કરાવ્યાં તસવીર વેચીને કમાણી કરી

ABOUT THE AUTHOR

...view details