કેન્દ્ર સરકાર દ્વારા ગરીબ વર્ગના લોકોને મફત સારવાર મળી રહે તે માટે માઁ અમૃતમ કાર્ડ, માઁ વાત્સલ્ય કાર્ડ તેમજ પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડની યોજના અમલમાં લાવવામાં આવી છે. આ યોજનામાં શહેરની કેટલીક નામાંકિત હોસ્પિટલનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. જે હોસ્પિટલમાં સરકારની યોજનાઓ હેઠળ ગરીબ વર્ગના લોકોને આપવામાં આવતી મફત સારવારનો ખર્ચ કેન્દ્ર સરકાર દ્વારા ચુકવવામાં આવે છે.
સરકારી યોજનામાં સમાવેશ સુરતના કતારગામ વિસ્તારમાં આવેલી કિરણ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું ઉદ્ઘાટન વડાપ્રધાન મોદીના હસ્તે કરવામાં આવ્યું હતું. હોસ્પિટલનો હેતુ લોકોને રાહતદરે યોગ્ય સારવાર આપવાનો અને લોકોને સરકારી યોજના હેઠળ પૂરતો લાભ આપવાનો હતો. પરંતુ વડાપ્રધાન મોદીની યોજનાઓને પણ અવગણી ગરીબ દર્દીઓને લાભાર્થીઓને સારવાર આપવામાં હોસ્પિટલના કર્તાહર્તાઓ નિષ્ફળ સાબિત થયા.