સુરત : જો ખાંડ નિયામકના પરિપત્રનો અમલ કરવામાં આવે તો સુગર ફેકટરીઓના હોદ્દેદારોની ચૂંટણીમાં સાયણ સુગર ફેક્ટરીમાં કુલ સભાસદો પૈકી મતદાન અધિકાર માટે 50 ટકા જ સભાસદો જ ચૂંટણી માટે ઉમેદવારી કે મતદાન કરવા યોગ્ય રહી શકે. ગુજરાત રાજ્ય ખાંડ નિયામકના પરિપત્રનો સુગર ફેક્ટરીના સભાસદોનો વિરોધ પરિપત્ર મુજબ માત્ર સુગર ફેકટરીમાં શેરડી નાખતા સભાસદો જ ચૂંટણીમાં ભાગ લઇ શકે. જે અન્યાય પૂર્ણ છે. સમગ્ર ગુજરાતમાં આ પરિપત્રનો વિરોધ થઇ રહ્યો છે.
ખાંડ નિયામક દ્વારા બહાર પાડવામાં આવેલ પરિપત્રનો વિરોધ સાયણ સુગરમાં 14 ગામના કુલ 15,832 સભાસદો છે. જો ખાંડ નિયામકના પરિપત્ર અનુસાર જો ચૂંટણી થાય તો 7542 સભાસદો મતાધિકારમાંથી બાકાત રહી જશે. જેને કારણે ખેડૂત સમાજની આગેવાનીમાં 300થી વધુ સભાસદોએ સાયણ સુગરના ચેરમેનને આવેદન પત્ર પાઠવ્યું હતું.
આવેદનપત્રમાં તેમણે જણાવ્યું હતું કે, ફક્ત ઉત્પાદક સભાસદોને જ મતનો અધિકાર આપવામાં આવે એ સભાસદોના મૂળભૂત અધિકારોનું હનન છે. બિન ખેડૂત સભાસદોએ સુગર ફેક્ટરીના શેરના નાણાં ભરપાઈ કરવા સાથે વધારાના શેર પણ ખરીદ કર્યા હતા. તેથી આ સંસ્થાના હિતમાં બિનઉત્પાદક સભાસદોએ પણ સંસ્થાના હિતમાં મહત્વનો ફાળો આપ્યો છે. જેને કારણે બિનઉત્પાદક સભાસદોને મતનો અધિકાર મળવા પાત્ર હોય છે.
ખાંડ નિયામક દ્વારા પાઠવવામાં આવેલા પરિપત્રનો અમલ ન થાય તે માટે અલગ-અલગ ગામોના 5000 સભાસદોના સહી સાથે આવેદનપત્ર સુગરના ચેરમેન રાકેશ પટેલને આપવામાં આવ્યું હતું. જે બાબતે ચેરમેન રાકેશભાઈએ આ આવેદપત્ર બાબતે બોર્ડની બેઠક બોલાવી તેમની સાથે આ વિશે ચર્ચા વિચારણા કરી આ મુદ્દાનો યોગ્ય નિકાલ કરવા જણાવ્યું હતું.
ગુજરાત રાજ્ય ખાંડ નિયામકના સુગર ફેક્ટરીઓમાં બિન ઉત્પાદક શેર હોલ્ડરોને ચૂંટણી પ્રક્રિયાથી વંચિત રાખવાના વિરોધમાં સાયણ સુગર ફેક્ટરીના સભાસદોએ વિરોધ દર્શાવતું આવેદનપત્ર સાયણ સુગર ફેક્ટરી ચેરમેનને પોતાની લાગણી પહોંચાડવા આવેદનપત્ર આપ્યુ હતું.