સુરત:કિરણ હોસ્પિટલનું ફેઝ 1નું ઓપનિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં (Kiran Hospital Phase 1 was inaugurated by PM Modi) આવ્યું હતું. મથુર સવાણી કિરણ હોસ્પિટલના પ્રમુખ મથુર સવાણીએ કહ્યું કે, આપ રકતદાતા છો તો હોસ્પિટલના ઓપનીંગનું આ ઉત્તમ કાર્ય આપના વરદ હસ્તે પણ થઇ શકે તેમ છે. તેની માટે આપને www.kiranhospital.com પર જરૂરથી રજીસ્ટ્રેશન કરવાનું હતું. રજીસ્ટ્રેશન થયેલ રક્તદાતાઓનો ડ્રો કરવામાં આવશે. જે પૈકી 3 ભાઇઓ અને 3 બહેનોના નામ સિલેક્ટ કરવામાં આવ્યા હતા.
કિરણ હોસ્પિટલ ફેઝ-2 નું ઓપનીંગ સમારોહ: સિલેક્ટ થયેલ રકતદાતાઓના વરદ હસ્તે હોસ્પિટલના ફેઝ-2નું (Surat Kiran Hospital Phase 2) ઓપનીંગ કરવામાં આવશે. તારીખ 22 જાન્યુઆરી 2023ના રોજ માનવપ્રેમી રકતદાતાઓના માનમાં રક્તદાતાઓના વરદ હસ્તે કરવામાં આવ્યું .જોકે કિરણ હોસ્પિટલના પ્રથમ ફેઝનું ઓપનીંગ માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. સુરતની ધરતી ઉપર કદી નથી થયા તેવા ઓપરેશનો કિરણ હોસ્પિટલમાં થાય છે. આ કરવા પાછળનું કારણ રક્તદાતાઓ તથા વધુમાં વધુ રક્તદાન થાય તે માટે આ એક પ્રયાસ છે.