સુરત :આમ આદમી પાર્ટીના પૂર્વ નેતા અને ઉદ્યોગપતિ મહેશ સવાણીને સુરત કૉંગ્રેસમાં જોડાવા માટે શહેર પ્રમુખ નૈષદ દેસાઈએ વિનંતી કરી છે. એટલું જ નહીં તેઓ આમ આદમી પાર્ટીના(Aam Aadmi Party ) તમામ કોર્પોરેટરને ભાજપની જગ્યાએ કૉંગ્રેસમાં જોડાવા માટે ખુલ્લું આમંત્રણ(Invitation to join Congress) આપ્યું છે.
પાંચ કોર્પોરેટર ભાજપમાં જોડાઈ ગયા
હાલ જ મહાનગરપાલિકાના આમ આદમી પાર્ટીના 27 કોર્પોરેટરોમાંથી પાંચ કોર્પોરેટર ભાજપમાં જોડાઈ ગયા છે. આવનાર દિવસોમાં વધુ ત્રણથી પાંચ જેટલા કોર્પોરેટર ભાજપમાં જોડાય તેવી ચર્ચાએ પણ જોર પકડ્યું છે. આ વચ્ચે સુરત શહેર કૉંગ્રેસે આમ આદમી પાર્ટીના (Aam Aadmi Party )તમામ કોર્પોરેટરોને કૉંગ્રેસમાં જોડાવા માટે જાહેરમાં આમંત્રણ આપ્યું છે. ભાજપની જગ્યાએ કૉંગ્રેસમાં આમ આદમી પાર્ટીના કોર્પોરેટર જોડાય આ માટે કૉંગ્રેસ વિનંતી(Invitation to join Congress) પણ કરી રહી છે. એટલું જ નહીં ઉદ્યોગપતિ અને હાલ જ મારી પાર્ટી છોડી દેનાર પણ કૉંગ્રેસમાં જોડાયા આ માટે સુરત શહેર પ્રમુખ સહિત દેખાઈએ આમંત્રણ આપ્યું છે.