સુરતની હોટલોમાં જમવા માટે આવનાર લોકો નિરાશ થઇ રહ્યા છે. કારણ કે એ,ક બાજુ ઘરમાં પણ ડુંગળી મોંઘી હોવાના કારણે લોકો ડુંગળીની ખરીદી નહિવત કરી રહ્યાં છે. બીજી બાજુ હોટલોમાં પણ ડુંગળીના વધતા ભાવના કારણે સલાડમાંથી ડુંગળી ગાયબ થઇ રહી છે. દક્ષિણ ગુજરાત હોટેલ એસોસિએશન પણ માની રહ્યું છે કે, છેલ્લા કેટલાક સમયથી ડુંગળીના ભાવમાં સતત થઈ રહેલા વધારાના કારણે તેઓ પણ ડુંગળી ખરીદ કરી શકે એમ નથી. ડુંગળીના હોલસેલ ભાવમાં પણ તેઓને 60 થી 80 રૂપિયા કિલો ડુંગળી મળી રહી છે. જો કે, સુરત સહિત દક્ષિણ ગુજરાત હોટેલ એસોસિએશનના જણાવ્યા મુજબ ગ્રેવી માજ ડુંગળીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, પરંતુ ગ્રાહકોને સલાડની જગ્યાએ કોબી, કાકડી અને ટમાટર આપવામાં આવી રહ્યું છે.
ડુંગળનીના ભાવ આસમાને, હોટલોના સલાડમાંથી ડુંગળી ગાયબ - hikehotel
સુરત: ડુંગળીના ભાવ આસમાને છે, એક તરફ ગૃહણીઓ ડુંગળી ખરીદવાની સ્થિતિમાં નથી. બીજી બાજુ સુરતના હોટલોમાંથી પણ ડુંગળી સલાડમાંથી ગાયબ થઇ રહી છે. સાઉથ ગુજરાત સર્જન હોટેલ એસોસિએશને જણાવ્યું છે કે, શહેરના તમામ હોટલોમાં હવે ડુંગળીની જગ્યાએ લોકો કાકડી અને કોબીજ આપવા પર મજબૂર થયા છે. ડુંગળીના સતત વધી રહેલા ભાવના કારણે હાલ હોટલોમાં સલાડમાંથી ડુંગળી ગાયબ થઇ છે.
છેલ્લા કેટલાક સમયથી કમોસમી વરસાદના કારણે ડુંગળીના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. હાલ બજારમાં સો રૂપિયાથી લઇ દોઢસો રૂપિયા કિલો ડુંગળી મળી રહી છે અને જે ડુંગળીઓ સારી છે. તેનો ભાવ પણ 200 રૂપિયા કિલો સુધી પહોંચી ગયો છે. આવી સ્થિતિમાં ગ્રાહકોને ડુંગળી ખાવા મળી રહી નથી. સ્થિતિ આવી છે કે, હવે હોટલોમાં પણ સલાડમાં ડુંગળી જોવા મળી રહી નથી. જેથી ગ્રાહકો પણ નિરાશ થઇ રહ્યાં છે.
આ વખતે કમોસમી વરસાદના કારણે ડુંગળીના ભાવમાં વધારો થતાં લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. મોંઘવારીની પરિસ્થિતિ વચ્ચે ડુંગળીનો ભાવ તેમને રડાવી રહ્યાં છે. અને હવે હોટલોમાં પણ તેની અસર જોવા મળી રહી છે.