ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરત: ડુંગળીના ભાવ આસમાને, શાકભાજીના માર્કેટમાં ડુંગળીની ચોરી - Onion theft at Vegetable Market near Palanpur Patiya in Adajan

સુરત: શહેરમાં ચોરીની એક અનોખી ઘટના સામે આવી છે. હમણા સુધી સામાન્ય રીતે મોબાઈલ, પર્સ સહિત કિંમતી ચીજ-વસ્તુઓની ચોરીની ઘટના સાંભળવા મળતી હતી. સુરતમાં મોંઘી થયેલી ડુંગળીની ચોરી થઈ છે. જો કે, અતિવૃષ્ટિ અને કમોસમી વરસાદના કારણે ડુંગળીના ભાવો આસમાને પહોંચી ગયા છે. ગરીબોની કસ્તુરી સમાન ગણાતી ડુંગળી આજે 100 રૂપિયા કિલો સુધી પહોંચી ગઈ છે. સામાન્ય વર્ગ માટે ડુંગળીની ખરીદી કરવી હાલ મુશ્કેલ બની છે. જ્યાં હવે સુરતમાં ડુંગળીની ચોરીની ઘટના પ્રકાશમાં આવી હતી.

સુરત
etv bharat

By

Published : Nov 28, 2019, 10:15 PM IST

અડાજણના પાલનપુર પાટિયા નજીક આવેલ શાકભાજી માર્કેટમાં ડુંગળીની ચોરીની ઘટના સામે આવી હતી. અડાજણ વીર સાવરકર સોસાયટીમાં રહેતા સંજયભાઈ ઇંગ્લે પાલનપુર પાટિયા શાકભાજી માર્કેટમાં ડુંગળી અને બટાકાનું સ્ટોલ ધરાવે છે. જ્યાં રાત્રી દરમ્યાન આવેલા અજાણ્યા ઈસમોએ પાંચ ગુણ ડુંગળીની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. રાત્રીના સાડા દસ વાગ્યા બાદ સ્ટોલ બંધ કરી સંજયભાઈ પોતાના કારીગર સાથે ચાલ્યાં ગયાં હતા. જ્યાં રાત્રીના બે થી ત્રણ વાગ્યાના અરસામાં આ ઘટના બની હતી.

આસમાને પહોંચેલા ડુંગળીના ભાવ અને આ વચ્ચે થઈ ડુંગળીની ચોરી

આ સ્ટોલ જ્યાં પર મુકવામાં આવેલ 250 કિલો ડુંગળીની પાંચ ગુણો બીજા દિવસે જોવા ના મળતા ચોરી થઈ હોવાની જાણ સંજયભાઈને થઈ હતી. કુલ અઢાર હજારની કિંમતની ડુંગળીની ચોરી થઈ હતી. જેની પાછળનું કારણ ડુંગળીમાં થયેલ ભાવવધારો માનવામાં આવી રહ્યો છે.

જો કે, આ મામલે ડુંગળીના વેપારી દ્વારા હાલ પોલીસ ફરિયાદ નોંધાવવાની તૈયારી દર્શાવી છે.

ABOUT THE AUTHOR

...view details