ગુજરાત રાજ્ય અને મહારાષ્ટ્રમાં પડેલા કમોસમી વરસાદથી ખેડૂતોના પાકને થયેલા નુકસાનમાં ડુંગળીનો પાક પણ નિષ્ફળ ગયો છે. કમોસમી વરસાદના કારણે ડુંગળીનો પાક ઓછો નીકળતા સુરત APMS માર્કેટમાં પ્રતિદિવસ આવતી 30 થી 35 જેટલી ડુંગળીના ટ્રકોમાં પણ ઘટાડો નોંધાયો છે.
સુરતમાં ડુંગળીના ભાવ આસમાને, ગૃહિણીઓનું બજેટ ખોરવાયું - Onion latest news
સુરત: ગુજરાત સહિત મહારાષ્ટ્રમાં પડેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોના પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે. જેમાં મહારાષ્ટ્ર અને ગુજરાતમાં ડુંગળીના પાકને પણ મોટુ નુકસાન થતાં ભાવ ભડકે બળ્યા છે. ધીરે ધીરે પરિસ્થિતિ સુધરી રહી છે. મહારાષ્ટ્રમાં અને ગુજરાતમાં ડુંગળીના પાકની આવક પંદર દિવસ બાદ જોવા મળી શકે છે. તે પહેલા સુરતના બજારમાં ડુંગળીના ભાવ રૂપિયા 100 થી 120 પ્રતિ કિલો પહોંચી જતા સામાન્ય વર્ગ માટે ડુંગળી ખરીદવું મુશ્કેલ બન્યું છે.
![સુરતમાં ડુંગળીના ભાવ આસમાને, ગૃહિણીઓનું બજેટ ખોરવાયું સુરત](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5215335-thumbnail-3x2-surt.jpg)
પ્રતિદિવસ 10 થી 12 જેટલા ડુંગળીના ટ્રકો મહારાષ્ટ્ર અને ગુજરાતમાંથી આવી રહ્યાં છે. જેની સામે આવક ઓછી છે. તેમાં પણ જુની ડુંગળી અને નવી ડુંગળીની આવક ઓછી રહેતા ભાવો ભડકે બળ્યા છે. સુરતના બજારમાં હાલ જુની ડુંગળી પ્રતિકીલો 100 થી 129 રૂપિયાના ભાવે વેચાઈ રહી છે.
સામાન્ય વર્ગ માટે ડુંગળી ખરીદવી મુશ્કેલ બની છે. તેની સામે નવી ડુંગળી 60 થી 70 રૂપિયા કિલોના ભાવે વેચાણ થઈ રહી છે. જે ડુંગળી ભાગ્યે જ ગ્રાહકો ખરીદી કરતા હોય છે. વરસાદની સિઝન હાલ પુરી થઈ ચુકી છે. અને વાતાવરણમાં પણ સુધારો આવ્યો છે. જેથી ખેડૂતોએ ડુંગળીનો પાક લેવાનું શરૂ કર્યું છે. આગામી ડિસેમ્બરના પંદર દિવસ બાદ મહારાષ્ટ્ર અને ગુજરાતમાંથી ડુંગળીના પાકની મોટી આવક સુરત APMC માર્કેટ આવે તેવો આશાવાદ વેપારી આલમ સેવી બેઠા છે. જેથી પહેલાની જેમ ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળી ફરી સસ્તા ભાવે મળી શકશે, પરંતુ હાલ પંદર દિવસ સુધી ડુંગળીના ભાવોમાં કોઈ ઘટાડો થાય તેવા કોઈ અણસાર દેખાઈ રહ્યા નથી.