હિટ એન્ડ રનની ઘટનામાં એકનું મોત સુરત:માંગરોળ તાલુકાનાં પીપોદરા ગામની સીમમાં ઓવરબ્રીજ ઉપર અજાણ્યા વાહનની અડફેટે બાઇક પર સવાર 28 વર્ષીય કામરેજની પરણીતાનું ગંભીર ઇજા સાથે ઘટના સ્થળે મોત થતા ચકચાર મચી ગઇ હતી. આ મામલે કોસંબા પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરૂધ ગુનો નોંધ્યો હતો. અકસ્માતની ઘટનામાં માનસીબેનનાં અકાળે મોતની ઘટનાનાં પગલે ત્રણ વર્ષીય બાળાએ માતાની છત્ર છાયા ગુમાવી હતી.
'ઘટનાની જાણ થતાં જ અમારી ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. અકસ્માતને પગલે હાઇવે પર હળવો ટ્રાફિક થયો હતો. આ ઘટનામાં એક મહિલાનું મોત નિપજ્યું હતું.' -રિંકુ ભાઈ, સુપર વાઇઝર, NHAI
હિટ એન્ડ રનની ઘટનામાં એકનું મોત:પ્રાપ્ત માહિતી અનુસાર કામરેજનાં ખોલવડ એન્જલ પેલેસનાં મકાન નં.ડી-202માં રહેતા માનસીબેન અંકિતભાઇ ડોબરીયા ઉ.વ.28 આજે દિલીપભાઇ ગોંડલીયા સાથે બાઇક પર પીપોદરા ખાતે આવેલ મોગલ માતાજીનાં મંદિરે દર્શન કરવા માટે આવ્યા હતા. તેમજ દર્શન કરી કીમ ચોકડી તરફ બાઇક પર આવવા માટે નિકળતા મુંબઇઅમદાવાદ ને.હા.નં-48નાં મુખ્ય માર્ગ ઉપર પીપોદરા બ્રીજ ઉપર પુરપાટ આવી અને ગફલતભરી રીતે હંકારી લાવી કોઇ અજાણ્યા વાહનનાં ચાલકે ઉપરોક્ત બાઇક પર સવાર બંને લોકોને અડફેટમાં લેતા બાઇક પર સવાર બંને પૈકી માનસીબેન અંકિતભાઇ ડોબરીયા ઉ.વ.28 રહે ખોલવડ તા.કામરેજને માથાનાં તેમજ શરીરનાં અન્ય ભાગે ગંભીર ઇજા થતા ઉપરોક્ત અકસ્માતની ઘટનામાં માનસી બેનનું ઘટના સ્થળે કરૂણ મોત થયુ હતું.
અજાણ્યા વાહન ચાલક વિરૂધ ગુનો: બાઇક ચાલક દિલીપભાઇ ગોંડલીયાને પણ શરીરે ઇજા થતા જેમને કામરેજ સ્થિત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. કોસંબા પોલીસની હદમાં ગુનો બન્યો હોય બનાવની જાણ થતા કોસંબા પોલીસે બનાવનાં સ્થળે દોડી જઇ જરૂરી કાર્યવાહી કરી હતી. ઉપરોક્ત અકસ્માતની ઘટનામાં માનસીબેનનાં અકાળે મોતની ઘટનાનાં પગલે ત્રણ વર્ષીય બાળાએ માતાની છત્ર છાયા ગુમાવી હતી. કોસંબા પોલીસે કસુરવાર અજાણ્યા વાહન ચાલક વિરૂધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.
- Ahmedabad News: ટ્રાફિકના નિયમોનું ભંગ કરતા 18 પોલીસકર્મીઓને પહેલા દિવસની ડ્રાઈવમાં 9 હજારનો દંડ
- Surat News: હરિયાલ GIDCમાં યાર્ન બનાવતી કંપનીમાં આગ લાગતા અફરાતફરી મચી