ગુજરાત

gujarat

ETV Bharat / state

Building collapsed in Surat : સુરતમાં જર્જરિત મકાન ધરાશાયી થતા પરિવાર કાટમાળમાં દટાયો, માસુમ બાળકીને સારવાર મળે તે પહેલા મોતને ભેટી - મોત

તારીખ 6 ઓગષ્ટના સવારે છ વાગ્યે પરબ ગામમાં કરૂણ ઘટના બની હતી. જર્જરિત મકાન તૂટી પડતા ઘરમાં સૂતેલો પરિવાર કાટમાળ નીચે દબાઇ ગયો હતો. જેમાં શ્રમજીવી પરિવારની 12 વર્ષની સગીરાને ગંભીર ઈજાઓ થતા તેનું મોત નીપજ્યું હતું. જ્યારે છ વર્ષના પુત્ર અને માતાને ઇજાઓ પહોંચતા 108 મારફતે સુરત સિવીલમાં દાખલ કરવામાંં આવ્યા હતા.

Etv Bharat
Etv Bharat

By

Published : Aug 6, 2023, 8:12 PM IST

Building collapsed in Surat

સુરત : જિલ્લાના કામરેજ તાલુકાનાં પરબ ગામે ગીરનાર ફળીયામાં ઇંદિરા આવાસનાંં જર્જરીત મકાનમાં રહેતા ભીખુભાઇ છીતુભાઇ રાઠોડના પરિવારમાં પત્નિ આશાબેન તથા 12 વર્ષની પુત્રી સપના તથા છ વર્ષનો પુત્ર સોહમ છે એમ કુલ ચાર લોકો સુતા હતા. ભીખુભાઇનો પરિવાર ખેતમજુરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. જ્યારે પુત્રી વલણ - પરબ પાથમિક શાળામાં ધોરણ 7માંં અભ્યાસ કરતી હતી અને પુત્ર સોહમ ધોરણ 1માં અભ્યાસ કરે છે.

જર્જરીત મકાન ધરાશાયી થયું : આજે તારીખ 6 ઓગસ્ટની વહેલી સવારે પરિવાર ઘરમાં ઘોર નિંદ્રામાં હતો તે સમેય અચાનક જર્જરીત મકાનની તુટી પડ્યું હતું અને ઘરમાંં ઊંધી રહેલા ચારેય લોકો મકાનના કાટમાળ નીચે દબાઇ ગયા હતા. મકાન પડવાનો અવાજ સંભળાતા જ આસપાસનાં રહીશો જાગીને દોડી ગયા હતા અને મકાનના કાટમાળ નીચેથી પરિવારને બહાર કાઢવાની કામમાં લાગી ગયા હતા. સૌ પ્રથમ આશાબેનને બહાર કાઢવામા આવ્યા હતા જેમનેે કમરના ભાગે ઇજા પહોંચી હતી. ત્યારબાદ સોહમને બહાર કાઢવામાં આવ્યો હતો જેને પેટ તથા કમરની નીચેના ભાગે ઇજાઓ પહોચી હતી. ત્યારબાદ ભીખુભાઇને બહાર કાઢવામાં આવ્યા હતા જેમને કમરનાં ભાગે ઇજા થઇ હતી અને છેલ્લે સપનાને બેભાન અવસ્થામાંં બહાર કાઢવામાં આવી હતી જેને માથાનાં ભાગેે ગંભીર ઇજા પહોંચી હતી.

બાળકીનું મોત થયું : આ દરમિયાન 108ને જાણ કરવામાં આવી હતી. 108ના ઓપરેટરે બેભાન અવસ્થામાં રહેલ સપનાની તપાસી કરી તો જાણવા મળ્યું કે, સારવાર મળે તે પહેલા સપનાનું મોત થઇ ગયું હતું. તેમજ ઇજાગ્રસ્ત લોકોને સારવાર માટે શહેની નવી સિવીલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. બનેલી ઘટનાને લઈને પરબ ગામ વિસ્તારના બીટ જમાદાર પૃથ્વી ભાઈએ જણાવ્યું હતું કે, ઘટનાની જાણ થતાં જ તેમની ટીમ તાત્કાલિક ધોરણે સ્થળ પર પહોંચી ગઈ હતી. આ ઘટનામાં એક બાળકીનું મોત નિપજ્યું છે. કામરેજ પોલીસ મથકે હરેશ ભાઈ રાઠોડે ફરિયાદ આપી છે. જે ફરિયાદના આધારે તપાસ શરૂ છે.

  1. Rajkot News : રાજકોટ જેતપુરના ભોજાધાર વિસ્તારમાં મકાન ધરાશાયી થતા 6 લોકો દટાયા
  2. Ahmedabad News : અમદાવાદ શહેરમાં 6000થી વધુ જર્જરિત મકાનો, એએમસી આમાં કંઇ કરવા માગશે?

ABOUT THE AUTHOR

...view details