ગુજરાત

gujarat

ETV Bharat / state

ધામડોદમાં વધુ એક આત્મહત્યા: એક અઠવાડીયામાં ત્રીજી વ્યક્તિએ જીવન ટૂંકાવ્યું - Bardoli

બારડોલી નજીક આવેલી ધામડોદ ગામે આવેલી છેલ્લા એક અઠવાડિયામાં 3 વ્યક્તિઓએ જીવન ટૂંકાવ્યું હતુ. જ્યારે બુધવારના રોજ મણિનગર સોસાયટીમાં રહેતી એન્જિનિયર યુવતીએ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી.

બારડોલી
બારડોલી

By

Published : Mar 10, 2021, 9:42 PM IST

  • એક અઠવાડિયામાં ત્રીજી આત્મહત્યા
  • એન્જિનિયર યુવતીએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું
  • યુવતીની થોડા દિવસોમાં સગાઈ થવાની હતી

સુરતઃ બારડોલી નજીક આવેલા ધામડોદગામની સીમમાં આવેલી મણિનગર સોસાયટીમાં એક યુવતીએ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. યુવતીએ કયા કારણોસર આત્મહત્યા કરી તે અંગે જાણી શકાયું નથી. આ અંગે મળતી માહિતી અનુસાર ધામડોદ ગામની મણિનગર સોસાયટીમાં રહેતા ગીરવરસિંહ પરમાલસિંહ ભદોરીયાની પુત્રી અંજલિએ એન્જિનિયરીંગનો અભ્યાસ કર્યા બાદ ઘરે જ હતી. તેણી આજુબાજુના વિદ્યાર્થીઓને ટ્યુશન આપતી હતી.

માનસિક તણાવમાં રહેતી હતી યુવતી

દરમિયાન રવિવારના રોજ રાત્રે તેના રૂમમાં સુવા ગઈ હતી. બીજા દિવસે સવારે 7.00 વાગ્યે તેને ઉઠાડવા જતાં તેની મૃતદેહ પંખા સાથે લટકતી જોવા મળી હતી. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર યુવતીની થોડા દિવસોમાં સગાઈ થવાની હતી, ત્યારબાદથી તે માનસિક તણાવમાં રહેતી હોવાનું જાણવા મળ્યું હતુ.

એક અઠવાડિયામાં ત્રણ વ્યક્તિઓએ કરી આત્મહત્યા

બારડોલીના ધામડોદ રોડ પર આવેલી સોસાયટીઓમાં છેલ્લા એક અઠવાડીયામાં આ ત્રીજી આત્મહત્યા છે. ગત 4 માર્ચના રોજ શ્રી રેસિડેન્સીમાં પાનની દુકાન ચલાવતા યુવકે ઘરમાં જ ગળે ફાંસો ખાઈ લીધો હતો. જ્યારે 6ઠ્ઠી માર્ચના રોજ સરદાર વિલા સોસાયટીના 33 વર્ષીય યુવકે મીંઢોળા નદીમાં ઝંપલાવી આત્મહત્યા કરી લીધી હતી. વધી રહેલી આત્મહત્યાની ઘટનાએ સમાજમાં ચિંતા પેદા કરી છે.

ABOUT THE AUTHOR

...view details