સુરતના પાલનપુર જકાત નાકા રોડ નજીક વર્ષા સોસાયટીમાં હિમાંશુ પતંજલિ સ્ટોર્સ નામની દુકાન આવેલી છે. જેમાં અજાણ્યા શખ્સોએ રાત્રી દરમિયાન દુકાનનું શટર ઊંચુ કરી પ્રવેશ કર્યો હતો. બાદમાં દુકાનના ડ્રોવરમાં રાખેલ કુલ 22300ની રોકડ રકમને ચોરી કરી ફરાર થઈ ગયા હતાં.
દિવાળીના દિવસોનો તસ્કર ટોળકી ઉઠાવી રહી છે ભરપૂર લાભ, અડાજણમાં વધુ એક દુકાનને બનાવી નિશાન - સીસીટીવી ફૂટેજ
સુરત: દિવાળીના દિવસોનો ભરપુર લાભ તસ્કર ઉઠાવી રહ્યાં છે, ત્યાં વધુ એક દુકાનને નિશાન બનાવી રોકડ રકમની ચોરી કરી તસ્કર ટોળકી ફરાર થઈ ગઈ છે. જોકે ચોરીની આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઇ છે. આ સમગ્ર ઘટનાને લઇને અડાજણ પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે.
દિવાળીના દિવસોનો તસ્કર ટોળકી ઉઠાવી રહી છે ભરપૂર લાભ, અડાજણમાં વધુ એક દુકાનને બનાવી નિશાન
ઘટનાને લઇને વેપારીએ અડાજણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેના પગલે અડાજણ પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.