ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરત ડ્રગ્સ પ્રકરણ: વધુ એક આરોપીની ધરપકડ - મેફેડ્રોન ડ્રગ્સ

સુરત ડ્રગ્સ પ્રકરણમાં વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. પુણા ગામ વિસ્તારમાંથી 5 લાખની કિમતનું 100 ગ્રામ ડ્રગ્સ ઝડપાયું હતું. આ ડ્રગ્સ પ્રકરણમાં ડ્રગ્સ મંગાવનારને એસ.ઓ.જી. પોલીસે ઝડપી પાડ્યો છે અને તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Surat drugs case
સુરત

By

Published : Oct 21, 2020, 1:09 PM IST

  • સુરત ડ્રગ્સ પ્રકરણમાં એક આરોપીની ધરપકડ
  • 5 લાખની કિમતનું 100 ગ્રામ ડ્રગ્સ ઝડપાયું
  • આ ડ્રગ્સમાંથી 20 ગ્રામ ડ્રગ્સ મગાવ્યું હોવાનું બહાર આવ્યું

સુરત: ડ્રગ્સ પ્રકરણમાં વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. પુણા ગામ વિસ્તારમાંથી 5 લાખની કિમતનું 100 ગ્રામ ડ્રગ્સ ઝડપાયું હતું. આ ડ્રગ્સ પ્રકરણમાં ડ્રગ્સ મંગાવનારને એસ.ઓ.જી. પોલીસે ઝડપી પાડ્યો છે અને તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

5 લાખની કિંમતના 100 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ ઝડપાયું

એસ.ઓ.જી. પોલીસે દોઢ મહિના અગાઉ બાતમીના આધારે સરદાર માર્કેટના ગેટ પાસેથી બે શખ્સોને 5 લાખની કિંમતના 100 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ સાથે ઝડપી પાડ્યા હતા. આ ઘટનામાં પોલીસે મુખ્ય આરોપીની પણ ધરપકડ કરી હતી.

બે શખ્સોની ધરકપડ કરી વધુ તપાસ હાથ ધરી

ત્યારે આ મામલે પોલીસે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી. જેમાં પોલીસે બાતમીના આધારે અમરોલી ખાતે રહેતા તોસીફ ઉર્ફે કરમ હમીદ દિવાન નામના શખ્સની ધરકપડ કરી છે. આ આરોપીએ આ ડ્રગ્સમાંથી 20 ગ્રામ ડ્રગ્સ મગાવ્યું હોવાનું બહાર આવ્યું હતું. જેથી પોલીસે તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details