સુરતસચિન સુડા સેક્ટર 2 માં કરીયાણાની દુકાન ચલાવતા ઇસમને સુરતક્રાઈમ બ્રાંચની ટીમે (Surat Crime Branch) દેશી હાથ બનાવટના તમંચા સાથે એક યુવકને ઝડપી પાડ્યો હતો. ઝડપાયેલો આરોપી અગાઉ ચાની લારી ચલાવતો હતો. તે વેળાએ કોઈ ધંધાના રૂપિયા લૂટી ના જાય તે માટે 6 વર્ષ પહેલા તેના વતન ખાતેથી તમંચો લાવ્યો હતો. જો કે લારી બંધ થતા તેણે તમંચો જમીનમાં દાટી દીધો હતો. આ દરમ્યાન તેણે કરીયાણાની દુકાન શરુ કરી હતી. જો કે તેને તમંચા અંગે યાદ આવતા જમીનમાં દાટેલો તમંચોબહાર કાઢી લઈને જતો હતો. તે વેળાએ સુરત ક્રાઈમ બ્રાંચે તેને ઝડપી પાડ્યો હતો
તમંચો કબજે સુરત ક્રાઈમ બ્રાંચની (Surat Crime Branch)ટીમે બાતમીના આધારે મૂળ બિહારના વતની અને સુડા સેક્ટર 2માં રહેતા કરીયાણાની દુકાન ચલાવતા સંતોષ બ્રીજ બિહારી સિંગ કુશ્વાહને ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની પાસેથી દેશી હાથ બનાવટનો તમંચો કબજે કર્યો હતો. પોલીસે આરોપીની કડક પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે આજથી વીસ વર્ષ પહેલા તે સુરત રોજગારી અર્થે આવ્યો હતો.
કાયમ ડર રહેતોઆરોપી 6 વર્ષ અગાઉ તેના વતનના ગામ ગયો હતો. પાંચેક વર્ષ સુધી સચિન વિસ્તારની જુદી જુદી મિલોમાં મજુરી કામ કર્યા બાદ સચિનએ હોજીવાલા કમ્પાઉન્ડમાં ચાની લારી ચાલુ કરી હતી. આ દરમ્યાન તે જે જગ્યા ઉપર ચાની લારી ચલાવતો હોય તેની આસપાસ ઝાડી જંગલ હતું. જેથી તેને કાયમ ડર રહેતો હતો કે રાત્રીના સુમારે કોઈ પણ તેના દિવસભરના ધંધાની રોકડ લૂટી લેશે, જેથી આ ડરને લઈને આરોપી 6 વર્ષ અગાઉ તેના વતનના ગામ ગયો હતો. તેના ગામઠી દસેક કિલોમીટર દુર સાળંગપુર ગામ ખાતે ભરાયેલા મેળામાંથી એક અજાણ્યા ઇસમ પાસેથી તેણે તમંચો ખરીદીને લઇ આવ્યો હતો.
તમંચો બહાર આ તમંચો તેણે ચાની લારી પર છુપાવી રાખ્યો હતો. જો કે બાદમાં તેણે ચાની લારી બંધ કરી રહેણાંક મકાનમાં કરીયાણાની દુકાન ચાલુ કરી હતી. જેથી તમંચાની કોઈ જરૂરિયાત ના હોવાથી તેણે તમંચો સચિન હોજીવાલા કમ્પાઉન્ડમાં આવેલા પ્લોટ નબર 10ની ખુલ્લી જગ્યામાં જમીનમાં ખાડો ખોદી દાટી દીધો હતો. જો કે ગતરોજ આરોપી તે જગ્યાએ જતા તેને તમંચો યાદ આવ્યો હતો. જેથી તેણે તે જગ્યાએ ખાડો ખોદી તમંચો બહાર કાઢ્યો હતો. પોતાની સાથે લઈને જતો હતો આ દરમ્યાન સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે ઝડપી પાડ્યો હતો.