પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ વડાપ્રધાનના કાર્યકમ અંગે જાણકારી આપતા જણાવ્યું હતું કે, એક મહાત્મા ગાંધીજી છે, તો બીજા મહાત્મા નરેન્દ્ર મોદી છે. જેથી આપને મહાત્મા ટુ મહાત્મા જોવા મળશે. વિશ્વમાં શક્તિનો અને ભારતીયોનો પરિચય વડાપ્રધાને કરાવ્યો છે. પેટા ચૂંટણીને લઈને જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, આ પેટા ચૂંટણી વન વે છે. કારણ કે, કોંગ્રેસના ઉમેદવારોને સમાજમાં કોઈ ઓળખતા નથી.
એક મહાત્મા ગાંધીજી, બીજા મહાત્મા નરેન્દ્ર મોદીઃ જીતુ વાઘાણી - BJP office in surat
સુરતઃ 2 ઓક્ટોબરના રોજ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની 150મી જન્મ જયંતિની ધુમધામથી ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ ઉજવણીમાં ભાગ લેવા માટે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. આ વાતની જાણકારી ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ સુરત ભાજપ કાર્યાલય ખાતે આપી હતી.
Region President Jitu Waghani
તેની સાથે જ અંબાજીથી પરત આવી રહેલી બસને જે અકસ્માત નડ્યો હતો અને મૃતકોના વળતર અંગે કોંગ્રેસે જે નિવેદન આપ્યું છે તેની સામે જીતુ વાઘણીએ કહ્યું હતું કે, આ દુર્ઘટનાને લઈ રાજકારણ યોગ્ય નથી. કોંગ્રેસે ક્યારેય પણ આવા લોકોને વળતર આપ્યું નથી, પરંતુ અમારી સરકાર ધોરણ મુજબ આર્થિક સહાય કરે જ છે.
2 ઓક્ટોબરના રોજ વડાપ્રધાનનો કાર્યક્રમ...
- 5 વાગે ભાજપ યુનિટ દ્વારા સન્માન
- 5: 30 વાગ્યે એરપોર્ટ પાર વડાપ્રધાન મોદી આવશે
- 5: 30 વાગ્યે એરપોર્ટ પર સ્વાગત સન્માન કરવામાં આવશે, જેમાં ધાર્મિક અને સમાજિક સંસ્થાઓ હાજર રહેશે
- 6:15 વાગ્યે સાબરમતી આશ્રમમાં ગાંધીજીની પ્રતિમાને ફૂલ હાર અર્પણ કરશે
- 6: 30 આશ્રમ દ્વારા કાર્યક્રમ રાખવામાં આવ્યો છે
- 6: 50 વાગ્યે રિવર ફ્રન્ટ પર વડાપ્રધાન આવશે, જ્યાં દેશભરના10 હજાર જેટલા સરપંચો સ્વચ્છતા અભિયાન માટે એકઠા થશે
- 8: 40 GMDC ગ્રાઉન્ડના નવરાત્રી કાર્યક્રમમાં હાજરી આપશે અને માઁ ની આરતી ઉતારશે
- 9:10 એરપોર્ટ પર રવાના થશે