- ડીંડોલી ખરવાસ રોડ પર કારે મારી પલટી
- 1નું મોત, 2ને ઈજા
- નવસારી બેસણામાંથી પરત ફરી રહ્યા હતા
- કારચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા ફિલ્મી સ્ટાઈલમાં પલટી મારી
સુરત:શહેરના ડીંડોલી વિસ્તારમાં આવેલ કતારગામ રણછોડ સોસાયટી રહેતો મૂળ મહારાષ્ટ્રના શિંદખેડાનો વતની 36 વર્ષીય ભોજુસીંગ આનંદસિંગ રાજપૂત ડ્રાઈવર તરીકે નોકરી કરે છે. ભોજુ તેઓના મિત્રો પંકજ ચૌધરી અને સતીષ ચૌધરી સાથે સગાના બેસણામાં નવસારી ગયો હતો. નવસારીથી સુરત પરત ફરી રહ્યા હતા ત્યારે ડીંડોલી ખરવાસ રોડ પર કારચાલક ભોજુ રાજપૂતે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા કાર પલટી મારી હતી. બનાવને લઈ આસપાસના લોકો દોડી આવ્યા હતા. અકસ્માતની ઘટનામાં કારચાલક ભોજુસિંગનું ઘટના સ્થળે મોત થયું હતું. જયારે પંકજ ચૌધરી અને સતીષ ચૌધરીને ગંભીર ઈજાઓ પહોંચતા તેઓને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા.