ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરતમાં સીટી બસની અડફેટે આવતા એકનું મોત, ઘટના CCTVમાં કેદ - surat city bus news

સુરત: શહેરમાં સીટી બસની અડફેટે આવતા વધુ એકનું મોત થયું છે. કતારગામ દરવાજા પાસે બસ ચાલકે બાઈક ચાલકને અડફેટે લીધો હતો. જે દરમિયાન બાઈકચાલકનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. ઘટનાની જાણ થતાં પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.

સુરત
સુરત

By

Published : Jan 2, 2020, 10:16 PM IST

કતારગામ દરવાજા નજીક સિટી બસે અડફેટે લેતાં એકનું મોત થયું છે. ઘટના જાણ થતાં કરતારગામ પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. જેમાં બાઈક ચાલકનું નામ હિતેન સોંલકી હોવાનું સામે આવ્યું છે. તે પોતાની પત્ની અને બાળક સાથે બાઈક ( GJ-5 BZ 2063 )પર કરતારગામ દરવાજા પાસેથી પસાર થઈ રહ્યા હતા. જે દરમિયાન બ્લ્યુ સીટી બસે એડફેટે લેતા હિતનેનું ઘટનાસ્થળે મોત થયુ હતું. આ સમગ્ર ઘટના CCTV થઈ છે. જેના આધારે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

સીટી બસે બાઈકને અડફેટે લીધી, ઘટના CCTVમાં થઈ કેદ

ABOUT THE AUTHOR

...view details