સુરતમાં વોર્ડના પ્રશ્નોના નિરાકરણ માટે હવે વન ડે, વન વોર્ડ અભિયાન - મ્યુનિસિપલ કમિશ્નર
સુરત: મહાનગર પાલિકામાં વોર્ડના પ્રશ્નોના નિરાકરણ માટે હવે વન ડે, વન વોર્ડ અભિયાન શરૂ કરવાનું પાલિકા કમિશનરે આયોજન કર્યું છે. આવતા અઠવાડિયાથી આ અભિયાન શરૂ કરવામાં આવશે. જેમાં વોર્ડના પ્રશ્નોને વાચા આપવામાં આવશે. આ અભિયાનમાં ખુદ પાલિકા કમિશ્નર બંછાનિધી પાની લોકોના પ્રશ્નને સાંભળશે અને નિરાકરણ લાવવામાં આવશે.
સુરતમાં વોર્ડના પ્રશ્નોના નિરાકરણ માટે હવે વન ડે વન વોર્ડ અભિયાન શરૂ થશે
સુરત મહાનગર પાલિકા દ્વારા વન ડે વન વોર્ડ અભિયાન વિશે વાત કરતા મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાનીએ જણાવ્યું કે, આ અભિયાન હેઠળ મુખ્યત્વે વોર્ડના સ્વચ્છતા, લારી ગલ્લા સહિતના દબાણ, ટ્રાફિક, ઢોરડબ્બા, પ્રાથમિક સુવિદ્યાના પ્રશ્નના નિરાકારણ અંગે પ્રયાસ કરવામાં આવશે. વોર્ડ નં 1 થી આવતા અઠવાડિયાથી અભિયાન શરૂ કરવામાં આવશે. ત્યાર બાદ તબક્કાવાર શહેરના તમામ 29 વોર્ડમાં આ પ્રકારે વન ડે વન વોર્ડ કેમ્પઇન હાથ ધરવામાં આવશે.