સુરત : શહેરમાં દોઢ વર્ષના બાળક ઉપર વજનદાર દરવાજો પડતા મોત થવાની ઘટના સામે આવી છે. શહેરના સચીન જીઆઇડીસી વિસ્તારમાં આવેલ ઉન પાટીયા ફૂટપાટ ઉપર રહેતા અને મજૂરી કામ કરી પોતાનું પરિવારનું ગુજરાન ચલાવતા પરિવારના દોઢ વર્ષના બાળક ઉપર વજનદાર દરવાજો પડતા મોત થઈ ગયું છે. પરિવારના છોકરાના મોતથી પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયું હતું. ઘટના થતા જ લોકો દોડી આવ્યા હતા અને સાથે પોલીસને જાણ કરતા સચીન જીઆઈડીસી પોલીસ ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ બાબતે સચિન જીઆઇડીસી પોલીસ સ્ટેશનમાં પોલીસ કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહે જણાવ્યું હતું કે, આ ઘટના બપોરે ત્રણ વાગ્યાની આસપાસ બની હતી.સચીન જીઆઈડીસી પોલીસ કંટ્રોલને માહિતી મળતા જ ઘટના સ્થળ ઉપર અમે પહોંચ્યા હતા. આ ઘટના સચીન જીઆઈડીસી પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં આવેલ રહેમત નગર પાસે નવા બિલ્ડીંગના સાઈડ ઉપર બની હતી. બપોરના સમય પરિવાર એક બાજુ જમવા બેઠું હતું ત્યારે બીજી બાજુ પરિવારના બે સંતાનો બિલ્ડીંગના એક રૂમમાં રમી રહ્યા હતા. તેમાં અચાનક જ દોઢ વર્ષના બાળક ઉપર વજનદાર દરવાજો બાળકના પીઠના ભાગે પડતા બાળકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું.
બંને ભાઈ બહેનો બિલ્ડીંગના એક રૂમમાં રમતા હતા :વધુમાં જણાવ્યું હતું કે, મૃતક બાળકનું નામ કાર્તિક બાલસિંગ કટારા છે. જેમના પિતાનું નામ બાલસિંગ કટારા છે. જેઓ ઉન પાટિયા પાસે ફૂથપાટ ઉપર રહે છે. તેઓ મૂળ મધ્યપ્રદેશ કુંડીયા પાળા ખાવાસા ગામના છે. સુરતમાં મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલવે છે. ખૂબ જ સામાન્ય પરિવાર છે.તેમને એક દીકરી અને એક દીકરો હતો. તેમાં દોઢ વર્ષનો એક દીકરો જેની ઉપર દરવાજો પડતા મોત થયું છે. આ બંને ભાઈ બહેનો બિલ્ડીંગના એક રૂમમાં રમી રહ્યા હતા. અને તેમના માતા-પિતા બહાર જમવા બેઠા હતા. ત્યારે જ અંદરના રૂમમાં રમી રહેલા ભાઈ બહેન ઉપર અચાનક દરવાજો પડ્યો હતો. જોકે તેમાં તેમની છોકરી બચી ગઈ હતી તો બાળક ઉપર દરવાજો પડતા મોત થયું હતું.