ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરતમાં ફરી એક વાર કિન્નરો વચ્ચે ગેંગવોર થવાના અણસાર - surat latest news

સુરતમાં ફરી એક વાર કિન્નરો વરચે ગેંગવોર થવાના અણસાર દેખાઈ રહ્યા છે. કિન્નર સમાજને બદનામ કરવા અન્ય બે કિન્નરો દ્વારા પ્રયાસ કરવામાં આવી રહયો છે, જે અંગે લાલગેટ અને ચોક બજાર પોલીસ મથકમાં ફરિયાદ કરી હોવા છતાં કોઈ પગલાં ન લેવાતા કિન્નર સમાજના લોકો પોલીસ કમિશનર કચેરીએ પહોંચ્યા હતા.

સુરત
સુરતસુરત

By

Published : Feb 11, 2020, 3:23 PM IST

સુરતમાં અગાઉ કિન્નરોના કારણે એક યુવાનનો ભોગ લેવાયો હતો, ત્યાર બાદ હવે કિન્નરોની અંદરની લડાઈને કારણે ગેંગવોરના અણસાર જોવા મળી રહ્યા છે. કિન્નર એવા સીમરણ અને મૌલિ દ્વારા સમાજને બદનામ કરી તંત્ર પોતે ચલાવવાનો પ્રયાસ કરવામાં આવી રહયો છે. આ બન્ને કિન્નરો નશીલા પદાર્થનું સેવન કરી પોતાનો જ હાથ ઇરજાગ્રસ્ત કરી અન્ય કિન્નરને પોલીસ મથકે લઇ જવાની ધમકી આપવામાં આવી રહી છે તથા બહારથી અન્ય ગુંડા તત્વોને બોલાવી રોફ બતાવી ભય ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, જે અંગે કિન્નર સમાજે અગાઉ ચોક બજાર અને લાલગેટ પોલીસ મથકમાં અરજી કરી હતી.

સુરતમાં ફરી એક વાર કિન્નરો વરચે ગેંગવોર થવાના અણસાર

જો કે, પોલીસે આ અંગે કોઈ પગલાં લીધા ન હતા, જેથી આજે કિન્નર સમાજ ન્યાય માટે પોલીસ કમિશનર કચેરીએ પહોંચ્યા હતા.આ બનાવમાં કડક કાર્યવાહી કરવાની માંગ પણ કરવામાં આવી હતી.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details