ગુજરાત

gujarat

ETV Bharat / state

ફી મુદ્દે વાલીઓએ સુરતની એસ.ડી. જૈન શાળા વિરુદ્ધ ઉમરા પોલીસ સ્ટેશનમાં અરજી કરી

સુરતની એસ.ડી જૈન શાળા ફરી એક વખત વિવાદમાં આવી છે. FRC (ફી નિયમનકારી સમિતિ) જે ફી નક્કી કરે છે તેના કરતા પણ એસ.ડી જૈન શાળા વાલીઓ પાસેથી વધારે ફી વસૂલી રહી છે. શાળાની મનમાની સામે વાલીઓએ સુરતના ઉમરા પોલીસ સ્ટેશને પહોંચી શાળા સામે ફરિયાદ કરવા રજૂઆત કરી હતી.

fees
ફી મુદ્દે વાલીઓએ સુરતની એસડી જૈન શાળા વિરુદ્ધ ઉમરા પોલીસ સ્ટેશનમાં અરજી કરી

By

Published : Sep 3, 2020, 5:28 PM IST

સુરત: શહેરની એસ.ડી જૈન શાળા ફરી એક વખત વિવાદમાં આવી છે. FRC જે ફી નક્કી કરે છે. તેના કરતા પણ એસ.ડી જૈન શાળા વાલીઓ પાસે વધારે ફી વસૂલી રહી છે. શાળા પ્રમાણે ફી મામલે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને એસ.ડી. જૈન શાળા લિવિંગ સર્ટિફિકેટ પણ આપી રહી નથી. એફઆરસી નિયમનું ઉલ્લંઘન અને શાળાની મનમાની સામે વાલીઓ સુરતના ઉમરા પોલીસ સ્ટેશન પર પહોંચી શાળા સામે ફરિયાદ કરવા રજૂઆત કરી હતી.

ફી મુદ્દે વાલીઓએ સુરતની એસડી જૈન શાળા વિરુદ્ધ ઉમરા પોલીસ સ્ટેશનમાં અરજી કરી

વાલીઓની રજૂઆત છે કે, એસ. ડી. જૈન શાળા ઓનલાઈન એજ્યુકેશનને લઈને ફી માટે વાલીઓને દબાણ કરે છે અને ક્યારે એફઆરસી દ્વારા નિર્ધારીત ફી કરતા પણ વધારે ફી વાલીઓ પાસે માગે છે. જેથી વાલીઓ શાળા વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરવા માટે સુરતના ઉમરા પોલીસ સ્ટેશનમાં પહોંચ્યા હતા. વાલીઓએ આરોપ લગાવ્યો કે, એસ. ડી. જૈન શાળા દ્વારા એફઆરસી દ્વારા નિર્ધારિત કરાયેલી ફી કરતા પણ શાળા વધુ ફી ની માગણી વારંવાર વાલીઓ પાસે કરી રહી છે.

  • એસ. ડી. જૈન શાળાની મનમાની
  • ફી મુદ્દે વાલીઓએ સુરતની એસ.ડી. જૈન શાળા વિરુદ્ધ ઉમરા પોલીસ સ્ટેશનમાં અરજી કરી
  • શાળા દ્વારા એફઆરસી નિયમનું ઉલ્લંઘન

આ મુદ્દે વાલીઓએ જણાવ્યું હતું કે, જે ફી FRCએ નિર્ધારિત કરી છે. તે વાલીઓ દ્વારા ભરી દેવામાં આવી છે. તેમ છતાં શાળાઓ વધુ ફી ની માગણી કરી રહી છે. જો શાળા દ્વારા નિર્ધારિત ફી ના આપવામાં આવે તો શાળા વાલીઓ અને વિદ્યાર્થીઓને માનસિક ત્રાસ પણ આપે છે. જેથી ઉમરા પોલીસ મથકમાં વાલીઓએ શાળા વિરુદ્ધ અરજી આપી સામે કાયદાકીય પગલા ભરવા માટે રજૂઆત કરી છે.

ABOUT THE AUTHOR

...view details