- સુરતમાં લાંચિયા મહિલા તલાટી ઝડપાયા
- એસીબીની ટીમે શુક્રવારે ધનતેરસના દિવસે ગોઠવી હતી ટ્રેપ
- આ અંગે ગાંધીનગરની એફએસએલની ટીમ કરી રહી છે તપાસ
સુરત: અડાજણના દાળીયા સ્કૂલની બાજુમાં સિટી તલાટીની ઓફિસમાં એસીબીની ટીમે શુક્રવારે ધનતેરસના દિવસે ટ્રેપ ગોઠવી 1 હજારની લાંચ લેતા તલાટી હિરલ નવીનચંદ્ન ધોળકીયા અને વચેટિયો કાંતિ ગોવિંદ પટેલને ઝડપી પાડ્યા હતા, જ્યાંથી અન્ય 95 હજાર રૂપિયા પણ મળ્યા હતા. જે અંગે તપાસ કરવા માટે ગાંધીનગરથી એફ.એસ.એલની ટીમ બોલાવવામાં આવી હતી.
ટ્રેપ ગોઠવતાં લાંચ લેતા ઝડપાયા મહિલા તલાટી
અડાજણના દાળીયા સ્કૂલની બાજુમાં સિટી તલાટીની ઓફિસમાં એસીબીની ટીમે શુક્રવારે ધનતેરસના દિવસે ટ્રેપ ગોઠવી 1 હજારની લાંચ લેતા તલાટી હિરલ નવીનચંદ્ન ધોળકીયા અને વચેટિયો કાંતિ ગોવિંદ પટેલને ઝડપી પાડ્યા હતા. વિધવાનું અડાજણમાં મકાન છે અને તે મકાન નામે કરવા પેઢીનામું બનાવવાનું હતું. પેઢીનામું બનાવવા માટે વિધવાનો દીકરો ગયો, ત્યારે વચેટિયા કાંતિ પટેલે લાંચ માગી હતી. માંડ પેટીયું રળીને ખાતા હોય અને તેમાં પણ 1500ની લાંચ માગતા રકઝક બાદ 1 હજાર આપવાનું નક્કી કર્યું હતું.