પાંડેસરા વિસ્તારમાં વર્ષો જૂની આશરે 45 જેટલા ગુજરાત હાઉસીંગ બોર્ડની બિલ્ડીંગો આવેલી છે. જેમાં આશરે 600 જેટલા ફ્લેટ આવેલા છે. વર્ષો જૂના ફ્લેટ જર્જરિત હાલતમાં છે. સુરત મનપા દ્વારા ફ્લેટ ધારકોને નોટિસ પણ આપવામાં આવી છે. છતાં ફ્લેટ ધારકો ભયના ઓથાર નીચે હેઠળ જીવન પસાર કરી રહ્યા છે. ત્યારે શનિવારે અહીં આવેલી બિલ્ડીંગમાં ફ્લેટના ત્રીજા માળની સિંલિગ ધરાશાયી થઈ બીજા માળ પર ધડાકાભેર તૂટી પડી હતી.
સુરતના પાંડેસરામાં જર્જરિત ઇમારતની સિંલિગનો ભાગ ધડાકાભેર તૂટી પડ્યો, 1 ઇજાગ્રસ્ત - Gujarati news
સુરત: શહેરના પાંડેસરા વિસ્તારમાં ફરી એક વખત જર્જરિત ઇમારતમાં ફ્લેટના ત્રીજા માળની સિંલિગનો ભાગ ધડાકાભેર તૂટી પડ્યો હતો. પરંતુ સદનસીબે બીજા માળે રહેતા પરિવારનો ચમત્કારીક બચાવ થયો હતો. જ્યારે એક યુવકને ઈજાગ્રસ્ત થતા સારવાર અર્થે સુરતની નવી સિવિલ હૉસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતા સુરત ફાયર વિભાગ, મનપા અધિકારીઓ તેમજ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.
પાંડેસરા વિસ્તારમાં જર્જરિત ઇમારતની સિંલિગનો ભાગ ધડાકાભેર તૂટી પડતા યુવક થયો ઇજાગ્રસ્ત
ઘટનાના પગલે સુરત ફાયર વિભાગ, પોલીસ તેમજ સુરત મનપાના અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા. મનપા દ્વારા હાલ બિલ્ડીંગ ખાલી કરાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. જ્યારે અન્ય બિલ્ડીંગમાં વસવાટ કરતા ફ્લેટ ધારકોને પણ તાત્કાલિક મકાનો ખાલી કરી દેવા સૂચના આપવામાં આવી છે.