ગુજરાત

gujarat

ETV Bharat / state

45 વર્ષથી ચાલી આવતી પરંપરા, શ્રીફળ ધરો એટલે મનોકામના પૂરી - Ganesha in Surat

ભગવાનને મનાવવા માટે આમ તો લોકો લાખો કરોડો રૂપિયા ખર્ચ કરતા હોય છે. પરંતુ સુરતમાં માત્ર એક શ્રીફળથી જ ભગવાન ગણેશ પ્રસન્ન થઈ ભક્તોની માનતા પૂર્ણ કરી દે છે. આ સિલસિલો છેલ્લા 45 વર્ષથી સુરતમાં ચાલી આવી રહ્યો છે. ગણેશ ઉત્સવ દરમિયાન દસ દિવસમાં આશરે ત્રણ લાખ જેટલા શ્રીફળ અહીં એકત્ર થઈ જતા હોય છે. Ganesh chaturthi in Surat, Ganesh chaturthi 2022

ગણેશજીને શ્રીફળ ધરવાથી મનોકામના પૂર્ણ થાય તેવી 45 વર્ષથી ચાલી આવતી પરંપરા
ગણેશજીને શ્રીફળ ધરવાથી મનોકામના પૂર્ણ થાય તેવી 45 વર્ષથી ચાલી આવતી પરંપરા

By

Published : Sep 3, 2022, 3:04 PM IST

સુરત ભગવાન ગણેશને મનાવવા માટે સુરતમાં માત્ર એક શ્રીફળ જ (Ganesh chaturthi in Surat)પર્યાપ્ત છે. કારણ કે ભગવાન ગણેશ માત્ર એક શ્રીફળથી જ ખુશ થઈ જાય છે, અને લોકોની મનોકામના પૂર્ણ કરી દે છે. સુરતના લીમડા શેરીમાં આવેલા ગણેશજી કે (Ganesh chaturthi 2022 )જે માત્ર ગણેશ ઉત્સવ દરમિયાન સ્થાપિત થતા હોય છે તેમની સામે ભક્તો એક શ્રીફળ લઈ જાય છે અને જે પણ ઈચ્છા અને માનતા હોય છે તેમની પાસે આ શ્રીફળ મૂકીને માંગે છે.

શ્રીફળથી માનતા પૂર્ણ

45 વર્ષથી શ્રીફળથી મનોકામનાભગવાન ગણેશ તેમની મનોકામના પૂર્ણ કરી દે છે. 50 વર્ષથી સુરતના આ વિસ્તારમાં આ ગણેશજીની સ્થાપના ગણેશ ઉત્સવ દરમિયાન થતી હોય છે. 45 વર્ષથી શ્રીફળથી મનોકામના પૂર્ણ થાય તેવી પરંપરા ચાલી આવી છે. જ્યારે ભક્તોની મનોકામના પૂર્ણ થઈ જાય છે ત્યારે ભક્તો ઈચ્છાનુસાર ગણેશજીને 5, 11, 1000 નારીયલ અર્પણ કરતા હોય છે. માત્ર સુરત જ નહીં અન્ય જિલ્લાઓથી પણ લોકો અહીં ભક્તિ અને વિશ્વાસ સાથે આવતા હોય છે.

લોકોને ખૂબ જ આસ્થાઆયોજક દીપક સોપારીવાળાએ જણાવ્યું હતું કે છેલ્લા 50 વર્ષથી આ સ્થળે ગણેશજીની સ્થાપના ગણેશ ઉત્સવ દરમિયાન થાય છે. એટલું જ નહીં આ શ્રીફળ થકી મનોકામના પૂર્ણ થવાની પરંપરા પણ 45 વર્ષથી થઈ રહી છે લોકોને ખૂબ જ આસ્થા છે. લોકો દૂર દૂરથી અહીં પોતાની મનોકામના પૂર્ણ કરાવવા માટે આવે છે અને ગણપતિબાપા લોકોની કામના પણ પૂર્ણ કરે છે.

આ પણ વાંચોમંદિર તોડવા આવેલા મુગલ બાદશાહને ગણેશજીએ આપ્યો પરચો

કામના ગણપતિ બાપા પૂર્ણ કરેભક્ત વૈશાલી બહેને જણાવ્યું હતું કે દસ વર્ષથી અહીં આવું છું જ્યારે પણ કોઈ કામના કરું અમારા ભગવાન અમારી કામના પૂર્ણ કરે છે અહીં લોકો બાળકોને મકાનને દુકાનને અન્ય વસ્તુઓ અંગે કામના કરતા હોય છે અને તેમની કામના ગણપતિ બાપા પૂર્ણ કરે છે, મારા બાળકો પણ પરીક્ષાને લઈ કામના કરે છે અને તેમની કામના જાણે ગણપતિ બાપ્પા પૂર્ણ કરી દેતા હોય છે.

ત્રણ લાખથી પણ વધુ નારિયળ એકત્રિત રાજ્યભરમાં પ્રસિદ્ધ આ ગણેશ પંડાલમાં લોકો લાખોની સંખ્યામાં આવતા હોય છે. અહીં દર વર્ષે ત્રણ લાખથી પણ વધુ નારિયળ એકત્રિત થઈ જાય છે અને આ નારીયેલ પર ભગવાનનો મૌલી અને દસ રૂપિયાનો ચાંદલો બાંધીને ભાવીભક્તોને આપવામાં આવે છે. જેને બરકતનું નારીયેલ પણ કહેવામાં આવે છે. નારીયેલ પોતાના નિવાસસ્થાને અથવા તો જ્યાં પણ તેઓ વેપાર કરે છે ત્યાં મૂકે છે અને તેને શુભ ગણવામાં આવે છે.

આ પણ વાંચોઆણંદમાં ગણેશ ચતુર્થીના ઉત્સવની ધામધૂમ જોવા મળી, વૃંદાવન ગ્રાઉન્ડ ગણેશ પંડાલની બોલબાલા

હરખના આંસુકોરોના કાળમાં બે વર્ષ પછી સુરતમાં ગણેશ ભક્તોની ભીડ સામે ગણેશ ઉત્સવ ધામધૂમથી ઉજવણી કરી રહેલા ભાગળ લીમડા ચોક સ્થિતના નાળિયેરની બાધા વાળા ગણેશને ગણેશ ભક્તોને જોઈ હરખ ના આંસુ આવી ગયા હોય તે રીતે આંખમાંથી આંસુ આવી ગયા હતા. જેને લોકો ચમત્કાર માની રહ્યા છે અને લોકો આ પણ કહી રહ્યા છે કે પોતાના ભક્તોને બે વર્ષ પછી જોઈ ભગવાન ખૂબ જ ખુશ છે અને આ તેમના હરખના અશ્રુ છે.

ABOUT THE AUTHOR

...view details