ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરત યુવકને માર મારવાનો કેસઃ 8 પોલીસ કર્મચારીઓ વિરૂદ્ધ હત્યાનો ગુનો દાખલ - crime

સુરતઃ ખટોદરા પોલીસ મથકમાં શંકમંદ આરોપીને ઢોર માર મારવાના કેસમાં PI સહિત કુલ આઠ આરોપીઓ સામે ગુનો નોંધાયો છે. ત્યારે પોલીસ કર્મચારીઓના મારનો ભોગ બનેલા શંકમંદ આરોપીએ આખરે હોસ્પિટલના બિછાને દમ તોડી દીધો છે. જેને લઈને હવે પોલીસ કર્મચારીઓની મુશ્કેલીઓ વધી છે. આ યુવકના મોતને લઈ હવે સમાજના યુવાનો મેદાનમાં આવ્યા છે અને જ્યાં સુધી યોગ્ય ન્યાય નહીં મળે ત્યાં સુધી લડી લેવાનું મૂડ બનાવી ચુક્યા છે. જેના કારણે હવે પોલીસની ચિંતામાં પણ વધારો થયો છે.

PI, PSI અને પોલીસ જવાનો સામે નોંધાયો ગુનો

By

Published : Jun 2, 2019, 10:36 AM IST

ખટોદરા PI એમ.બી.ખીલેરી, PSI સી.પી ચૌધરી સહિત કુલ આઠ પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. સાથે જ આરોપીઓ વિરુદ્ધ વધુ એક કલમનો ઉમેરો કરવામાં આવ્યો છે. આ પૂરા કેસની તપાસ સુરત સ્પેશ્યલ બ્રાંચના DCPને સોંપવામાં આવી છે. PI, PSI, તેમજ પોલીસ જવાનો સામે 302 ગુનો નોંધવામાં આવ્યો છે. સુરત પોલીસ આ પૂરા કેસની તપાસ કરી રહ્યાં છે. સ્થાનિક પોલીસ તેમજ DCBની ટીમ પોલીસ આરોપીઓને પકડવા કામ પર લાગી ગઈ છે.

આરોપી પોલીસ કર્મચારીઓના નામ...

1.એમ.બી.ખીલેરી ( PI ખટોદરા પો.સ્ટે.)
2.સી.પી.ચૌધરી( PSI ખટોદરા પો.સ્ટે.)
3.હરીશભાઈ (ડી સ્ટાફ)
4.કનકસિંહ (ડી સ્ટાફ)
5.પરેશભાઈ (ડી સ્ટાફ)
6.અશિષભાઈ (ડી સ્ટાફ)
7.કલ્પેશભાઈ (ડી સ્ટાફ)
8.દીલુભાઇ ( ડી સ્ટાફ)

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details