ગુજરાત

gujarat

ETV Bharat / state

VNSGUમાં ફરી ABVP અને NSUI આવ્યા સામસામે

વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં લો વિભાગના પેપરમાં છબારડા બદલ ફરી ABVP અને NSUI આમને સામને આવી ગયા છે. આ મુદ્દે NSUI દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો ABVP ના સભ્યો દ્વારા પ્રોફેસરને ધમકાવામાં આવ્યો છે. બીજી બાજુ તેમણે NSUI દ્વારા કુલપતિને પ્રશ્નપત્રમાં થયેલા છબારડા બદલ પેપર સેટ કરનારા સામે પગલાં લેવાની માંગ કરવામાં આવી છે.Crack LLB Exam in VNSGU, LLB examination in VNSGU, NSUI requests Chancellor

VNSGUમાં ફરી ABVP અને NSUI આવ્યા સામસામે
VNSGUમાં ફરી ABVP અને NSUI આવ્યા સામસામે

By

Published : Sep 8, 2022, 12:56 PM IST

સુરતવીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં(Veer Narmad South Gujarat University )લો વિભાગના પેપરમાં છબારડા બદલ ફરી ABVP અને NSUI આમને સામને આવી ગયા છે. NSUIના સેનેટ સભ્ય દ્વારા ABVP ના સેનેટ સભ્યો દ્વારા પ્રોફેસરોને ધમકાવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. તથા કુલપતિને પ્રશ્નપત્રમાં થયેલા છબારડા બદલ પેપર સેટ કરનારા સામે કડક પગલાં લેવાની (Crack LLB Exam in VNSGU )માંગ કરવામાં આવી છે.

પેપર સેટ કરનારા સામે પગલાં લેવાની માંગવીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં આવેલું લો વિભાગ ફરી એક વખત વિવાદનું કેન્દ્ર બન્યું છે. LLBની પરીક્ષામાં છબારડા કરવામાં આવ્યા છે. LLBની સેમ 5ની (LLB examination in VNSGU )પરીક્ષામાં 76 ગુણના પ્રશ્નો સુધારવાની સાથે જ ફરી પરિણામમાં પણ ફેરફાર કરાયો છે. જોકે આ મુદ્દે હવે બન્ને વિદ્યાર્થી સંગઠન આમને સામને આવી ગયા છે. એક બાજુ NSUIના સેનેટ સભ્ય ભાવેશ રબારીએ લો વિભાગના પોતે જ સેનેટ સભ્ય છે. તેમણે આક્ષેપ કર્યો છે કે, ABVP ના સભ્યો દ્વારા પ્રોફેસરને ધમકાવામાં આવ્યો છે. તો બીજી બાજુ તેમણે પોતાનાNSUI ના વિદ્યાર્થી સંગઠન સાથે લઈને કુલપતિને પ્રશ્નપત્રમાં થયેલા છબારડા બદલ પેપર સેટ કરનારા સામે પગલાં લેવાની માંગ કરવામાં આવી છે.

પરીક્ષામાં અભ્યાસક્રમ બહારના અને ખોટા પ્રશ્નો પૂછવામાં આવ્યાLLB સેમ 5ની ગત ફેબ્રુઆરી માસમાં લેવાયેલી ઓનલાઈન પરીક્ષામાં પેપર સેટ કરનાર વિમલ પંડ્યા હતા પરીક્ષામાં અભ્યાસક્રમ બહારના અને ખોટા પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. જેને લઈને સિન્ડિકેટ માં રજુ કરેલા રિપોર્ટને આધારે 1200 વિદ્યાર્થીઓના પરિણામમાં સુધારો કરવાની નોબત આવી હતી. જોકે આ રિપોર્ટને આધારે જવાબદાર પેપર સેટ વિરુદ્ધ પગલા લેવામાં આવ્યા નથી. એ પ્રશ્ન છે કે જ્યારે ABVP સેના સભ્યો દ્વારા યુનિવર્સિટીના પ્રોફેસર અને ધમકાવવાનો આક્ષેપ ભાવેશ રબારી દ્વારા કરવામાં આવ્યો છે.

ABVPના સેનેટ સભ્યો દ્વારા પ્રોફેસરોને ધમકાવાનો આક્ષેપઆ બાબતને લઈને NSUI ના સેનેટ સભ્ય ભાવેશ રબારી દ્વારા જણાવવામાં આવ્યું કે, ABVP ના સેનેટ સભ્યો દ્વારા લો વિભાગ ના પ્રોફેસરોને ધમકાવવામાં આવ્યો છે. જેને પગલે છેલ્લા ઘણા સમયથી વિદ્યાર્થીઓનું હિત પણ જોખમાઈ રહ્યું છે. આ ચલાવી લેવામાં આવશે નહીં. યુનિવર્સિટી દ્વારા આ મુદ્દે સખત કાર્ય કરવામાં આવે તે ખૂબ જ જરૂરી છે.

ઑનલાઇન પરીક્ષામાં છબારડાવીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં ફરી પાછી પેપર સેટમાં છબારડા કરવાની ઘટના સામે આવી છે. આ પહેલાં પણ યુનિવર્સિટીની ઑનલાઇન પરીક્ષામાં છબારડા કરવાની ઘટના સામે આવી હતી. ત્યારે પણ આ બાબતને NSUI દ્વારા જ બહાર લવામાં આવ્યો હતો અને ત્યારે આ મામલે કુલપતિ દ્વારા પોલીસ સ્ટેશનમાં પેપરસેટ કરનારા સામે ફરિયાદ નોંધાવી હતી. હવે આ મામલે શું યુનિવર્સિટી ચોક્કસ તપાસ કરશે ખરી?

ABOUT THE AUTHOR

...view details