ગુજરાત

gujarat

ETV Bharat / state

પરપ્રાંતિયોને ઓડિશા જવું હોય તો કોરોનાનો ટેસ્ટ ફરજિયાત, રિપોર્ટ નેગેટિવ હશે તો જ વતન જવાની મંજૂરી મળશે - ઓડિસા ટ્રેન

ગુજરાતથી ઓડિશા જવું હોય તો જે તે વ્યક્તિનું નામ રિપોર્ટ નેગેટિવ હોવો જરૂરી છે. ગુજરાતથી ઓડિશાના શ્રમિકને લઈ જનારી તમામ ટ્રેન રદ કરવામાં આવી છે. ઓડિશા હાઈકોર્ટના ચુકાદા મુજબ અન્ય રાજ્યમાંથી ઓડિશા આવનારા દરેક વ્યક્તિનો કોરોના રિપોર્ટ નેગેટિવ હોય તો જ ઓડિશામાં પ્રવેશની મંજૂરી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ અંગે પોતે સુરત જિલ્લા કલેક્ટર ડો.ધવલ પટેલે જાણકારી આપી હતી. સમાજના આગેવાનો કે જેઓ ઓડિશાના શ્રમિકોને ટ્રેન મારફતે તેમના વતન મોકલી રહ્યા છે તેમના જણાવ્યા મુજબ અત્યાર સુધી 78 જેટલી ટ્રેનો માટે આવેદન કરવામાં આવ્યું હતું. જેમાંથી માત્ર હવે 15 જેટલી ટ્રેનો જ ગઈ છે બાકીની પેન્ડિંગ રાખવામાં આવી છે.

જો ઓડિશા જવું છે તો કોરોના રિપોર્ટ નેગેટિવ હોવો જરૂરી, નહીતર નહી જવા મળે
જો ઓડિશા જવું છે તો કોરોના રિપોર્ટ નેગેટિવ હોવો જરૂરી, નહીતર નહી જવા મળે

By

Published : May 7, 2020, 8:38 PM IST

સુરત: ગુજરાત રાજ્યથી ઓડિશા જનારી તમામ ટ્રેન રદ કરવામાં આવી છે. હવે ઓડિશાવાસી શ્રમિકો પોતાના વતન નહિ જઇ શકે. ઓડિશા સરકાર દ્વારા હાઇકોર્ટમાં કરાયેલી રીટ પિટિશનના કોર્ટે આદેશ આપ્યા હતા કે ઓડિશા રાજ્યમાં આવનારના રિપોર્ટ નેગેટિવ હોવા જોઈએ. જેથી હવે બસ અથવા ટ્રેન મારફતે પણ ઓડિશાવાસી શ્રમિકો વતન નહીં જઇ શકે.

હવે જો ગુજરાતથી ઓડિસા જવું હોય તો જે તે વ્યક્તિનો રિપોર્ટ નેગેટિવ હોવો જોઈએ

આ નિર્ણય રીટ પિટિશન બાદ લેવાયો છે. લોકો જવા માંગતા હોય તેઓએ કોરોનાનો રિપોર્ટ કરાવવો પડશે. જ્યા સુધી ઓડિશા જવા માગતા શ્રમિકોનો રિપોર્ટ નેગેટિવ નહીં આવે ત્યાં સુધી આ તમામ ટ્રેનો રદ કરવામાં આવી છે. આ અંગે ડૉ. ધવલ પટેલ સુરત જિલ્લા કલેક્ટરે જાણકારી આપી હતી. જે લોકોના રિપોર્ટ નેગેટિવ આવશે તે લોકો મંજૂરી બાદ જઇ શકશે.

ઓડિશા સમાજના આગેવાન શ્રીકાંતે જણાવ્યું હતું કે, અત્યાર સુધી 78 ટ્રેનો માટે સુરત જિલ્લા કલેકટર ખાતે આવેદન કરવામાં આવ્યું છે. જેમાંથી અત્યાર સુધી માત્ર 15 ટ્રેનો ગઈ છે, બાકીની વેઇટિંગમાં છે. પરંતુ ટ્રેનો રદ થતા હવે તમામ શ્રમિકોને ટિકિટની રકમ પરત કરવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details