પાણીનો બગાડ કરનારઓ સામે સૂરત મહાનગરપાલિકાએ કરી લાલ આંખ - SMC
સુરત: મહાનગર પાલિકાએ પાણીનો બગાડ કરનારાઓ સામે કડક કાર્યવાહી હાથ ધરી છે. છેલ્લા પાંચ દિવસમાં 104 મિલકતદારોના નળ જોડાણો બંધ કરવામાં આવ્યા છે. સાત ઝોનમાં સ્ક્વૉડ બનાવી પાણીનો બગાડ કરનારા સામે કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ઉનાળા દરમિયાન સુરત મહાનગર પાલિકા દ્વારા એક પણ મિનિટનો પાણી કાપ મુક્યા વગર દરરોજ 1300 MLD પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે.
surat
સુરત શહેરમાં પાણીનો બગાડ કરનારાઓને કુલ 255 નોટિસ ઈશ્યૂ કરી રૂપિયા 1 લાખ જેટલો દંડ વસુલવામાં આવ્યો છે. સુરત શહેરમાં પાણીની કોઈ સમસ્યા ન હોવા છતાં, તકેદારી રાખી પાણીનો બચાવ નહિ કરવામાં આવે, તો આવનારા દિવસોમાં પાણીની સમસ્યા ઉભી થવા પામે તેને ધ્યાંને રાખી મનપા કમિશનરે લાલ આંખ કરી છે. આ કામગીરી યથાવત રાખવામાં આવી છે.