ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરત: 454 ઓફિસ-વેસુ વિસ્તારમાં 2 ક્લિનિક, 6 ટ્યુશન કલાસીસ, 2 સ્કૂલ અને 122 દુકાનો સિલ કરાઇ - સેફ્ટીના સાધનો લગાવવા માટે નોટિસ

સુરત: તક્ષશિલા અગ્નિકાંડ બાદ ફાયર વિભાગની ટીમ દ્વારા સુરત શહેરના તમામ મલ્ટિપ્લેક્સ મોલ તથા હોસ્પિટલોને ફાયર સેફ્ટીના સાધનો લગાવવા માટે આદેશ આપવામાં આવ્યો હતો. તેમ છતાં કેટલાક લોકો દ્વારા ફાયર સેફ્ટીના સાધનો લગાવવામાં આવ્યા ન હતા. અઠવા જોલી સ્કવેરમાં 84 ઓફિસ તથા વેસુ વિસ્તારમાં 2 ક્લિનિક, 6 ટ્યુશન કલાસીસ, 2 સ્કૂલ અને 122 દુકાનો સિલ મારવાની કામગીરી હાથ ધરી હતી.

સુરતમાં ફાયર સેફ્ટીના સાધનો લગાવવા માટે આપય નોટિસ
સુરતમાં ફાયર સેફ્ટીના સાધનો લગાવવા માટે આપય નોટિસ

By

Published : Dec 4, 2019, 10:21 PM IST

ફાયર વિભાગની ટીમ દ્વારા આદેશ આપવામાં આવ્યો હતો. પરંતુ તેમ છતાં કેટલાક લોકો દ્વારા ફાયર સેફ્ટીના સાધનો લગાવવામાં આવ્યા ન હતા. જેને લઇ ફાયર વિભાગની ટિમ દ્વારા રીગરોડ, વેસુ અને અઠવાગેટ વિસ્તારમાં સિલ મારવાની કામગીરી હાથ ધરીય હતી. ફાયર વિભાગે રીંગરોડ બેલજીયમ ટાવરની 370 ઓફિસ, અઠવા જોલી સ્કવેરમાં 84 ઓફિસ તથા વેસુ વિસ્તારમાં 2 ક્લિનિક, 6 ટ્યુશન કલાસીસ, 2 સ્કૂલ અને 122 દુકાનો સિલ મારવાની કામગીરી હાથ ધરી હતી.

સુરતમાં ફાયર સેફ્ટીના સાધનો લગાવવા માટે આપય નોટિસ

આ તમામ સંસ્થાઓને અગાઉ ફાયર સેફ્ટીના સાધનો લગાવવા માટે નોટિસ આપવામાં આવી હતી. તેમ છતાં ફાયર સેફ્ટીના સાધનો માટે લગાડવામાં આવ્યા ન હતા. જેને કારણે તમામ મિલકત સીલ મારવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ સંગ્રામપુરા વિસ્તારમાં ફાયર વિભાગે સ્કૂલ સિલ કરી હતી.

ABOUT THE AUTHOR

...view details