- HUID નંબરને લઈને જ્વેલરીના વેપારીઓ વિરોધ નોંધાવ્યો
- જ્વેલરી ઉદ્યોગને 50થી 60 ટકાના વેપારમાં અસર પડી શકે
- એક્સપર્ટ કમિટી આ અંગે કેન્દ્રીય પ્રધાન પિયૂષ ગોયલને રજૂઆત કરશે
સુરત :કેન્દ્ર સરકાર દ્વારા સોનાના ઘરેણાની ખરીદી કરવા માટે હવે હોલમાર્કિંગની સાથોસાથ HUID નંબર પણ ફરજિયાત કરાયો છે. HUIDના કારણે દરેક જ્વેલરીને યુનિક આઇડેન્ટિફિકેશન નંબર આપવામાં આવે છે. પરંતુ આ નંબર મેળવવા માટે જ્વેલરી ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીઓને ખૂબ જ હેરાન ગતિ થઈ રહી છે.
ગ્રાહકને જ્વેલરી નહિ મળે તો નુકસાન જ્વેલર્સને જ થશે
Indian Bullion Jewellers Association (IBJA) ગુજરાતના ઉપપ્રમુખ નૈનેશ પચ્ચીગરે જણાવ્યું હતું કે, 100માંથી માત્ર 40 જેટલી જ્વેલરી પર યુઆઇડી HUID મળી રહી છે. જેના કારણે જ્વેલર્સ સમયસર ગ્રાહકોને જ્વેલરી આપી શકતા નથી. જો સમયસર ગ્રાહકને જ્વેલરી નહિ મળે તો નુકસાન જ્વેલર્સને જ થશે. આ ખૂબ જ જટિલ પ્રક્રિયાના કારણે અમે વિરોધ કરી રહ્યા છીએ પરંતુ અમારો વિરોધ હોલમાર્કને લઈને નથી. માત્ર HUID નંબરને લઈને છે.
આ પણ વાંચો : હોલમાર્ક કાયદાના નવા નિયમોથી રાજકોટ સોની બજારના વેપારીઓમાં રોષ