સુરતશહેરની 12 વિધાનસભાની બેઠકમાંથી (Surat Assembly Seat) ભારતીય જનતા પાર્ટી હાઈકમાન્ડ દ્વારા આજે 11 બેઠકોના નામ જાહેર કરવામાં આવ્યા હતા ,ત્યારે ચોર્યાસી વિધાનસભા ની બેઠક નું નામ હજુ સુધી જાહેર કરવામાં આવ્યું નથી. 12 વિધાનસભાની બેઠકોમાંથી ચોર્યાસી વિધાનસભાની બેઠક એ (choryasi assembly constituency) સૌથી મોટી બેઠક ગણવામાં આવે છે, જેમાં સોથી વધુ મતદારો છે.હાલ આ બેઠક પર ઝંખના પટેલ (zankhana patel mla surat) ધારાસભ્ય છે.
થિયરીથી ઉલટું કામઆપને જણાવી દઈએ કે, એક તો ભાજપ પહેલાથી જ મોટે મોટેથી કહેતું હતું કે, અમે નો રિપીટ થિયરી (Gujarat Assembly election 2022) અપનાવીશું. તેમ છતાં ભાજપે ઉમેદવારોની યાદીમાં અનેક ઉમેદવારોને બીજી તક આપી છે. આ સાથે જ તેમની નો રિપીટ થિયરીનું (BJP No Repeat Theory) પિલ્લું વળી ગયું છે. એટલે કે ભાજપે પોતાની જ થિયરીથી ઊલટું કામ કર્યું છે.
પરપ્રાંતીય મતદારોની સંખ્યા વધુ ચોર્યાસી વિધાનસભાની બેઠકમાં (choryasi assembly constituency) કોળી પટેલ અને પરપ્રાંતીય મતદારોની સંખ્યા સૌથી વધુ છે. આ બેઠકનો મત વિસ્તાર (choryasi assembly constituency) પણ અન્ય બેઠકો કરતા સૌથી મોટો છે. ચોર્યાસી વિધાનસભા બેઠકની વાત કરીએ તો, આ બેઠક પર પહેલ રાજા પટેલ જીતતા હતા. ત્યારબાદ તેમનું મૃત્યુ થતાં તેમની દીકરી ઝંખના પટેલને (zankhana patel mla surat) ટિકીટ આપવામાં આવી હતી. ઝંખના પટેલ (zankhana patel mla surat) છેલ્લા 2 ટર્મથી આ બેઠક ઉપર ધારાસભ્ય રહી ચૂક્યા છે.
ચોર્યાસી બેઠક પર સસ્પેન્સ આ વખતે દરેક બેઠકના નામ જાહેર થયા હોવા છતાં પણ હજી સુધી ચોર્યાસી વિધાનસભા બેઠકનું નામ જાહેર થયું નથી છે. 84 વિધાનસભા બેઠક પર વિશાલ ઉદ્યોગો આવેલ છે. એટલું જ નહીં ઝીંગા તળાવ સહિત ખેતી આજીવિકા માટે લોકો માટે સાધન છે. અત્રે ઉલ્લેખનીય છે કે આમ આદમી પાર્ટી (Aam Aadmi Party Gujarat) અને કોંગ્રેસ દ્વારા ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. આ સાથે જ ચોર્યાસી બેઠક પર સસ્પેન્સ યથાવત્ રહ્યું છે.