જેઈઈ મેઈન્સ 2023નું પરિણામ જાહેર સુરત:આ પરીક્ષામાં દેશભરમાંથી અંદાજીત 9 લાખથી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. આ પરીક્ષાની આન્સર કી 24 એપ્રિલે જાહેર કરાઇ હોવાથી વિદ્યાર્થીઓને આશા હતી કે, પરિણામ 26 એપ્રલે જાહેર થઈ શકે છે, પરંતુ છેલ્લા ચાર દિવસથી આ અંગે વેબસાઈટ ૫૨ પરિણામ જાહેર ન થતા વિદ્યાર્થીઓ મુંજવણ ભરી સ્થિતિમાં મૂકાઈ ગયા હતા. કાલે સવારે જ વેબસાઈટ ૫૨ પરિણામ જાહેર થતા વિદ્યાર્થીઓ ઉત્સાહમાં આવી ગયા હતા.
જેઈઈ મેઈન્સ 2023નું પરિણામ જાહેર જેઈઈ મેઈન્સ 2023નું પરિણામ જાહેર: આ બાબતે સુરતના ખાનગી ઇન્સટ્યુંટના સંચાલક નેચરસિંહ હંસપાલે જણાવ્યુંકે, આજે જેઈઈ મેઈન્સ 2023નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં અમારા ઇન્સટ્યુંટના નિશ્ચય અગ્રવાલએ પરફેક્ટ 100 પર્સન્ટાઈલ સ્કોર સાથે સુરત શહેર ટોપર રહ્યો છે. તે સાથે જ નિશ્ચયે ઓલ ઈન્ડિયા રેન્ક 36 મેળવ્યો છે. તે ઉપરાંત રોનવ પુરી જેઓએ ઓલ ઇન્ડિયામાં 96 ગુણ મેળવી ગણિતમાં 99.9960059 % સાથે સુરતમાં ટોપર બન્યા છે. અને અમારા ચાર વિદ્યાર્થીઓએ 99.99 ઉપરનો સ્કોર કર્યો છે. 13 વિદ્યાર્થીઓએ 99.09 ઉપરનો સ્કોર કર્યો છે. અમે આ તમામ વિદ્યાર્થીઓને શુભકામનાઓ પાઠવીએ છે.
જેઈઈ મેઈન્સ 2023નું પરિણામ જાહેર KUTCH NEWS: ભૂપેન્દ્ર પટેલ વિકાસની વાતો કરતા રહ્યા અને અધિકારીએ ખેંચી ઊંઘ!
તમામ વિષયના પેપરો સોલ્વ કર્યા હતા:આ બાબતે જેઈઈ મેઈન્સમાં ઓલ ઇન્ડિયામાં 36મોં રેન્ક મેળવનાર નિશ્ચય અગ્રવાલએ જણાવ્યું કે, જેઈઈ મેઈન્સમાં મારાં 100% આવ્યા છે. તે સાથે જ મારો ઓલ ઇન્ડિયામાં 36મોં રેન્ક મેળવ્યો છે. મારાં ફિજિક્સમાં 100 માર્ક્સ આવ્યા છે. મેં 300/296 મેળવ્યા હતા અને આ પેહલા મેં 300/285 મેળવ્યા હતા. આ પરીક્ષાની તૈયારી કરવા માટે મેં કોર્ષ પૂરો થઇ ગયા બાદ તમામ પેપરો સોલ્વ કર્યા હતા અને આગળ હું આઈઆઈટી મુંબઈમાં જવા માટે પ્રયાસ કરીશ.
Ahmedabad crime news: શાળાના ટ્રસ્ટીઓને ડરાવી ધમકાવી લાખો રૂપિયાની ખંડણી માગનાર બોગસ પત્રકાર ઝડપાયો
સૌથી અઘરું પેપર ગણિતનું હતું:આ બાબતે જેઈઈ મેઈન્સમાં ઓલ ઇન્ડિયામાં 96મોં રેન્ક મેળવનાર મેળવનાર જ રોનવ પુરીએ જણાવ્યું કે, મેં જેઈઈ મેઈન્સમાં ઓલ ઇન્ડિયામાં 96મોં રેન્ક મેળવ્યો છે. આ પરિણામ માટે મેં છેલ્લા બે વર્ષ સુધી મેહનત કરી છે. આ પરિણામ પાછળ મેં મારાં માતા-પિતાનો પણ ખુબ આભાર માનું છું. કારણકે તેઓ મને બધી જ રીતે મદદરૂપ થાય છે. હવે આગળ હું જેઈઈ એડવાન્સની તૈયારી કરી રહ્યો છું જે થકી હું આઈઆઈટી મુંબઈમાં જઈ શકું છું. આ પરિણામ માટે મેં મારાં ઇન્સટ્યુંટના તમામ પેપરો સોલ્વ કર્યા અને એમાં સૌથી અઘરું પેપર ગણિતનું હતું. એમાં જ મેં 100માંથી 100 માર્ક્સ લાવ્યા છે.