લીલાછમ્મ વૃક્ષોએ ધરતીનો શણગાર છે. આપણા જીવનમાં ડગલેને પગલે વૃક્ષોનું આગવું મહત્વ રહેલું છે. ગ્લોબલ વોર્મિંગના પડકારોનો સામનો કરવા માટે કોઈ વિકલ્પ હોય તો તે વૃક્ષો છે. વિરલ કહે છે કે, નીલગીરીની ખેતીમાં ઓછી મહેનતે ત્રણથી ચાર વર્ષમાં સારી આવક મેળવી શકાય છે. મે 2017-18ના વર્ષમાં નવ વિઘા જમીનમાં 9 હજાર રોપાઓનું વાવેતર કર્યું હતું. નીલગીરીના રોપાદીઠ રૂ.5ના ભાવે નર્સરીમાંથી નવ હજાર રોપાઓની ખરીદી કરી હતી.
જેમાં રાજ્ય સરકાર દ્વારા વૃક્ષ ખેતી યોજના અન્વયે પ્રથમ વર્ષે રોપાદીઠ રૂ. 8ના ભાવે રૂ. 72 હજારની સહાય તથા બીજા વર્ષે રૂ. 4ના ભાવે 36000ની સહાય મળી છે. વિરલભાઈની નીલગીરીના વાવેતરના બે વર્ષ થયા છે. હજુ એક વર્ષ બાદ નીલગીરીનું વેચાણ કરીને તેઓ સારી એવી આવક મેળવી શકશે. વિરલભાઈ કહે છે કે, નીલગીરીમાંથી વીઘાદીઠ અંદાજે 30 ટનથી વધુનું ઉત્પાદન થશે.