સુરતઃ શહેરના સગરામપુરાની જૂની મહાવીર હોસ્પિટલનીનર્સિંગ હોસ્ટેલના(Nursing Hostel of Mahavir Hospital ) બાથરૂમમાંથી નવજાત બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો. આ બાળકને હોસ્ટેલમાં રહેતી એક વિદ્યાર્થીનીએ જન્મ (Newborn baby )આપ્યો હતો. જેના વિશે મહિલા પ્રિન્સિપાલ દ્વારા અઠવાલાઇન્સ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ(Athwalines Police Station)કરવામાં આવી હતી અને તેના આધારે પોલીસે 21 વર્ષની યુવતી વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.
પ્રિસિપલને સર્જરી કરાવવા કહ્યું હતું -સગરામપુરામાં આવેલ જૂની મહાવીર હોસ્પિટલના સાતમા અને આઠમા માળે નર્સિંગ સ્કૂલની હોસ્ટેલ આવેલી છે. જેમાં નર્સિંગના વિદ્યાર્થીઓ રહે છે. 6 એપ્રિલની સવારે હોસ્ટેલમાં નર્સિંગની એક વિદ્યાર્થિનીને પેટમાં (corpse of a newborn baby )દુખાવો થવા લાગ્યો જેના પછી તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવી. હોસ્પિટલમાંથી મહિલા ડોક્ટરે પ્રિન્સિપાલને બોલાવીને વિદ્યાર્થિનીના પ્રાઈવેટ પાર્ટની સર્જરી કરાવવા કહ્યું હતું.
આ પણ વાંચોઃAbandoned Newborn in Bharuch : ઝઘડીયામાં મોટા કરારવેલ ગામ પાસે નવજાત શિશુ મળી આવ્યું