ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરતમાં નવા ટ્રાફિકના નિયમોનું અમલીકરણ શરૂ - સુરતમાં નવા ટ્રાફિકની અમલવારી શરૂ

સુરતઃ શહેરની ટ્રાફિક પોલીસ ટ્રાફિકના નવા નિયમના અમલીકરણને લઈને સજ્જ થઈ છે. શહેરના 65 પોઈન્ટ પર ટ્રાફિક પોલીસના જવાનો તૈનાત કરાયા છે. જેથી શહેરીજનો ટ્રાફિક નિયમને સજાગ જોવા મળી રહ્યાં છે.તો બીજી તરફ કેટલાંક લોકો નિયમનું ઉલ્લઘન કરતાં ઝડપાયા હતા. જેમની પાસેથી ટ્રાફિક પોલીસે તોતિંગ દંડ વસૂલ્યો હતો.

સુરતમાં નવા ટ્રાફિક કાયદાનું અમલીકરણ શરૂ

By

Published : Nov 1, 2019, 3:19 PM IST

1 નવેમ્બર એટલે નવા ટ્રાફિક નિયમના અમલીકરણનો દિવસ. આજથી આ ટ્રાફિકનો નવો નિયમ અમલમાં આવ્યો છે, ત્યારે સુરત ટ્રાફિક પોલીસ દ્વારા નિયમોનું ચુસ્ત પાલન કરવામાં આવી રહ્યું છે. શહેરના 65 પોઈન્ટ પર ટ્રાફિક પોલીસના જવાનો તૈનાત કરાયા છે. જેથી શહેરીજનો ટ્રાફિક નિયમને સજાગ જોવા મળી રહ્યાં છે.તો બીજી તરફ કેટલાંક લોકો નિયમનું ઉલ્લઘન કરતાં ઝડપાયા હતા. જેમની પાસેથી ટ્રાફિક પોલીસે તોતિંગ દંડ વસૂલ્યો હતો.

સુરતમાં નવા ટ્રાફિક કાયદાનું અમલીકરણ શરૂ

ઉલ્લેખનીય છે કે, હાલ દિવાળીનું વેકેશન ચાલી રહ્યું છે. જેથી મોટાભાગના લોકો આજના દિવસથી અજાણ છે. જેના કારણે મોટાભાગના આજે અપૂરતા દસ્તાવેજ અને હેલ્મેટ વિના ઝડપાયા હતા. જેમની પાસેથી ટ્રાફિક પોલીસે નિયમ પ્રમાણે તોતિંગ દંડ વસૂલ્યો હતો.

આમ, આ નિયમને સુરતવાસીઓએ સ્વીકાર્યો છે. તો બીજી તરફ મધ્યમવર્ગીય લોકો તરફથી દંડની રકમને લઈને અસંતોષ જોવા મળી રહ્યો છે.

ABOUT THE AUTHOR

...view details