સુરતમાં નવી શિક્ષણનીતિને આધીન VNSGU ની સંલગ્ન આર્ટ્સ, કોમર્સ અને સાયન્સ કોલેજોમાં 176 ક્રેડિટ સાથેનું નવું અભ્યાસ માળખું મંજૂર કરાયું સુરત:નવી શિક્ષણનીતિને આધીન VNSGU નીસંલગ્ન આર્ટ્સ, કોમર્સ અને સાયન્સ કોલેજોમાં 176 ક્રેડિટ સાથેનું નવું અભ્યાસ માળખું મંજૂર કરાયું છે. યુનિવર્સિટીની વિવિધ વિદ્યાશાખા, ફેકલ્ટી સભ્યો દ્વારા છેલ્લાં 4 વર્ષથી નવું માળખું તૈયાર કરવા માટે મથામણ ચાલી રહી હતી. વિદ્યાર્થીઓના અભ્યાસ માટે ફેકલ્ટી સભ્યોએ તૈયાર કરેલા માળખા પર એકેડેમિક કાઉન્સિલની બેઠકમાં ચર્ચા થઇ હતી.
સબજેક્ટ તરીકે ઉપયોગ:આર્ટ્સ, કોમર્સ, સાયન્સ, રૂરલ સ્ટડીઝની ફેકલ્ટી રૂરલ સ્ટડીઝની ફેકલ્ટી મિટિંગ સાથે 176 ક્રેડિટનું માળખું મંજૂર કરાયું છે.આ નવું ક્રેડિટ માળખું ચાલુ સત્રથી જ અમલી થશે. તેને કારણે વિદ્યાર્થીઓને અભ્યાસમાં વધુ સરળતા અને સુગમતા રહેશે. તે સાથે જ વિકલ્પો પણ વધશે.એ.આઇ, ડેટા સાયન્સ, સાઇબર સિક્યોરિટી જેવા ટેક્નોલોજીને લગતા વિષયોનો ઉમેરો થશે. યુનિવર્સિટી પાસે 550 સર્ટિફિકેટ કોર્સનું માળખું છે. જે સીધા બાસ્કેટ સબજેક્ટ તરીકે ઉપયોગમાં લઇ શકાશે.આ નવું માળખું રોજગારલક્ષી, કૌશલ્યવર્ધક રહેશે.
"આપણી યુનિવર્સિટીમાં આર્ટ્સ, કોમર્સ, સાઇન્સ, અને રૂરલ સ્ટડીઝ આ ફેકલ્ટીઓની અંદર 132 અને 146 ક્રેડિટનું માળખું મંજૂર થયું છે. અને આજે એકેડમી કાઉન્સિલિંગમાં મંજૂર છે.મૂળ ક્રેડિટ મંત્ર એટલે શું?વિદ્યાર્થીઓ હવે દરેક વિષયની અંદર બે ત્રણ ચાર ક્રેડિટમાં તેઓની તમામ પ્રવૃત્તિઓ થશે. આ ક્રેડિટ મંત્રથી વિદ્યાર્થીઓને ઘણો ફાયદો થશે. વિદ્યાર્થીઓ ભારત રાષ્ટ્રની કોઈપણ યુનિવર્સિટી માંથી તે પોતાના ક્રેડિટના આધારે જ્યાં 50 ટકા સીલેબસ મેચ થતો હોયએ જગ્યા ઉપર સીધો પ્રવેશ લઈ શકે છે. અને તે દરેક સેમેસ્ટરમાં પણ પ્રવેશ મેળવી શકે છે"--ડો.કિશોરસિંહ ચાવડા (ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ)
ફરીથી પરીક્ષાઓ આપવી: આ ક્રેડિટ સિસ્ટમ આવના કારણે તે વિદ્યાર્થી એક યુનિવર્સિટી માંથી બીજા યુનિવર્સિટીમાં સરળતાથી જઈ શકશે. અત્યાર સુધી સિલેબસ મેચિંગ ન થવાને કારણે કાંતો પછી ક્રેડિટ ન હોવાના કારણે વિદ્યાર્થીઓએ પોતાના પૂર્વ અભ્યાસની ફરીથી પરીક્ષાઓ આપવી પડતી હતી. જેથી તે વિદ્યાર્થી એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકતો ન હતો. અને આ ક્રેડિટ સિસ્ટમ આવના કારણે તે વિદ્યાર્થી એક યુનિવર્સિટી માંથી બીજા યુનિવર્સિટીમાં સરળતાથી જઈ શકશે. જો ક્રેડિટ ઓછી હોય તો અમારી પાસે કુલ550 થી વધારે સર્ટિફિકેટ કોર્સનું માળખું છે. તેમાંથી તે ક્રેડિટ લઈને પોતાની ક્રેડિટ બનાવી શકે છે.દરેક તબક્કામાં સેમેસ્ટર 3 અને સેમેસ્ટર 5 ના અંતે વિદ્યાર્થીઓ માટે ઇન્ટરશીપ દાખલ કરવામાં આવી છે.
ઇન્ટરશીપ દાખલ: તે ઉપરાંત આજ રીતે કોમ્પ્યુટર સાયન્સ ની અંદર પણ 146 ક્રેડિટ સાથે એ અભ્યાસક્રમ મંજુર થયો છે. આ આધારે જ તમામ કોર્ષની અંદર જેમકે, ડાયમંડ, ટેક્સટાઈલ્સ, ટ્રાન્સપોર્ટ, દવાનો ઉદ્યોગ કાંતો પછી મરીને ઇંદ્રષ્ટિ હોય આ તમામ કોર્ષમાં વિદ્યાર્થી સર્ટિફિકેટના આધારે ક્રેડિટ મેળવી શકે છે. હવે દરેક તબક્કામાં સેમેસ્ટર 3 અને સેમેસ્ટર 5 ના અંતે વિદ્યાર્થી ઓ માટે ઇન્ટરશીપ દાખલ કરવામાં આવી છે.
પ્રથમ વર્ષે પ્રેક્ટિકલઃ જેથી વિદ્યાર્થીઓ પહેલા વર્ષના અંતથી અનુભવ મેળવી બહાર જઈ શકશે.બીજી વાત એછેકે, વિદ્યાર્થી પહેલા વર્ષેથી જ જતો રહેશે તો તેની પાસે સર્ટિફિકેટ હશે. બીજા વર્ષે નીકળશે તો તેની પાસે ડિપ્લોમાંની સર્ટિફિકેટ આપવામાં આવશે. બીજા વર્ષે નીકળશે તો તેને ડિગ્રીનું સર્ટિફિકેટ આપવામાં આવશે. અને ચોથા વર્ષે નીકળશે તો ઓન્સ ની પદવી સાથે બહાર જશે. તો આજરોજ આર્ટ્સ, કોમર્સ, સાયન્સ, રૂરલ સ્ટડીઝની ફેકલ્ટી મિટિંગ સાથે 176 ક્રેડિટનું માળખું મંજૂર કરાયું છે.
- Surat News: ચોમાસામાં સુરતમાં લોકોના આખોમાં કન્ઝેક્ટિવાઇટિસનું પ્રમાણ વધુ જોવા મળ્યું
- Surat News : પાડોશમાં સુસાઇડ નોટ નાખીને આત્મહત્યા કરવા જતા યુવકને ફાયર વિભાગે દરવાજો તોડીને બચાવ્યો