સુરતમાં પકડાયેલા આરોપીઓને એક જગ્યાએ હાજર કર્યા સુરત : ગુનાખોરી ડામવા સુરત પોલીસ અજય તોમર દ્વારા સ્પેશિયલ ડ્રાઈવ, (Surat Police Special Drive) સરપ્રાઈઝ કોમ્બિંગ સહિતની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે છેલ્લા પાંચ વર્ષ દરમિયાન ચેઇન સ્નેચિંગ, મોબાઈલ સ્નેચિંગ, ઘરફોડ, વાહન ચોરી તેમજ લૂંટના ગુનાઓમાં પકડાયેલા આરોપીઓને એકત્ર કરવામાં આવ્યા હતા. જેથી સુરત શહેરમાં નવા આવેલા પોલીસ કર્મીઓ આરોપીઓની ઓળખ પરેડ કરી શકે. (New police personnel in Surat)
આ પણ વાંચોસુરતમાં ઇસમે સિંગાપોર વિસ્તારમાં એક જ રાતમાં બે કારને આગ ચાંપી દીધી
ગુનાઓમાં પકડાયેલા આરોપીઓ સુરત શહેરમાં છેલ્લા પાંચ વર્ષ દરમિયાન ચેઇન સ્નેચિંગ, મોબાઈલ સ્નેચિંગ, ઘરફોડ, વાહન ચોરી તેમજ લૂંટના ગુનાઓમાં પકડાયેલા આરોપીઓને ક્રાઈમ બ્રાંચ, SOG, PBC તેમજ અલગ અલગ (Surat Police Parade Ground) પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના માણસો ઓળખે તેમજ તેમની હાલની ગતિવિધિ અંગે માહિતી એકત્રિત કરવા માટે સુરતના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે આ તમામ આરોપીઓને એકત્રિત કરવામાં આવ્યા હતા. સુરત પોલીસના કર્મચારીઓએ તમામ આરોપીઓની માહિતીની ચકાસણી કરી હતી. અહીં સુરત પોલીસ કમિશનર અજય કુમાર તોમર સહિત પોલિસના અન્ય ઉચ્ચ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. (Identification parade of accused for Surat Police)
આ પણ વાંચો અજાણ્યા વાહનની ટક્કરે દીપડાનું મોત, ફોરેસ્ટ વિભાગ દ્વારા તપાસનો ધમધમાટ
આરોપીઓની માહિતીની ચકાસણીસુરત પોલીસ કમિશ્નર અજય કુમાર તોમરે જણાવ્યું હતું કે, અલગ અલગ ગુનામાં સંડોવાયેલા આરોપીઓને એક જ જગ્યાએ લાવી સરનામાં, મોબાઈલ નંબર સહિતની ચકાસણી કરવામાં આવી હતી. તેની હાલની ગતિવિધિ શું છે તેની માહિતી એકત્ર કરવામાં આવી છે. આ ઉપરાંત અલગ અલગ પોલીસ મથકમાં જે કર્મચારીઓ નવા આવ્યા છે, તેઓને આરોપીઓ ઓળખવામાં મદદ થાય તે માટે આ આયોજન કરાયું છે. (Surat Crime News)