નવા સંસદ ભવનના આકારમાં સુરતના જ્વેલરીએ બનાવી હિપહોપ જ્વેલરી સુરત :નવા સંસદ ભવનને લઇ રાજકારણ તો ગરમાયું છે, પરંતુ પાડોશી દેશ ચીને નવા સંસદ ભવનની પ્રશંસા કરી છે. ત્યારે સુરત જ્વેલરી ઉદ્યોગે આ નવા સંસદ ભવનને લઈને એક પહેલ કરી છે કે દેશ-વિદેશમાં રહેતા લોકોના હાથમાં નવા સંસદ ભવનની જ્વેલરી જોવા મળશે. સુરત જ્વેલરી ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીઓએ વિશ્વને ભારતીય પરંપરા અને સૌથી વિશાળ તંત્ર અને તેના ભવન અંગે જાણકારી મળી શકે. આ માટે નવા સંસદ ભવનના આકારના હિપહોપ જ્વેલરી બનાવી છે.
સંસદ ભવનના આકારમાં જ્વેલરી :પોતાની એક એક ડિઝાઇનથી વિશ્વભરના લોકોને આશ્ચર્યમાં મૂકી દેનાર સુરત જ્વેલરી ઉદ્યોગે હાલમાં જ નવા સંસદ ભવનના આકારની જ્વેલરી તૈયાર કરી છે. કાનની બુટ્ટી, રીંગ અને પેન્ડન્ટ સહિત કોટમાં લગાવવામાં આવનાર બ્રોસર તૈયાર કરવામાં આવ્યું છે. જેની અંદર રિયલ ડાયમંડ, સીવીડી ડાયમંડ સહિત અનેક રંગીન ડાયમંડ જોવા મળે છે. જ્વેલરીની ખાસિયત છે કે, આ સંપૂર્ણ રીતે નવા સંસદ ભવનના ડિઝાઇનના રૂપમાં તૈયાર કરવામાં આવી રહી છે.
જ્વેલરીની ડિમાન્ડ : સુરતના અને એક જ્વેલરી ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીઓ હાલ આ ડિઝાઇનની જ્વેલરી તૈયાર કરી રહ્યા છે. આ જ્વેલરીની ડિમાન્ડ દેશ-વિદેશમાં જોવા પણ મળી રહી છે. એટલું જ નહીં જ્વેલર્સ દ્વારા ખાસ 3d પ્રિન્ટિંગમાં લોકેટ તૈયાર કરવામાં આવ્યું છે. જેની અંદર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તસ્વીર પણ છે અને તેની ઉપર દી લેજેન્ટ લખવામાં આવ્યું છે. આ પેન્ડર્ડ હીરા જડિત છે અને અઢી ઇંચનો છે. એટલું જ નહીં લોકોને ઉપહાર સ્વરૂપ આપવા માટે પણ ચાંદીનો સંસદ તૈયાર કરવામાં આવ્યો છે. જેની અંદર ડાયમંડ અને મીનાકારી જોવા મળે છે.
હાલ સુરતમાં તમામ જ્વેલરી ઉદ્યોગકારોને અમે એક થીમ આપી છે. ટેમ્પલ ઓફ ડેમોક્રેસી. આની પાછળનું કારણ છે કે કોઈપણ જ્વેલરી બજારમાં આવે તેની ડિઝાઇન ટ્રાઈગ્નલ છે એટલે કે નવા સંસદ ભવનની પ્રતિકૃતિ જેવું હોય. આ ટ્રેન્ડ લાવવા માટે અમે નિર્ણય લીધો હતો. બીજું કારણ હતું કે વિશ્વનું સૌથી મોટું લોકતંત્ર ભારતમાં છે અને જ્યારે લોકતંત્રના મંદિર તૈયાર થાય ત્યારે તેને એક જ્વેલરીના માધ્યમથી લોકો સમક્ષ મૂકવામાં આવે. ટેમ્પલ ઓફ ડેમોક્રેસીના તમામ જ્વેલરીમાં અનેક પ્રકારના હીરાઓ છે, પરંતુ ટ્રાયંગલર કલરનો ઉપયોગ વધારે કરવામાં આવ્યું છે. પેન્ડલમાં અને અન્ય જ્વેલરીમાં ખાસ અશોક સ્તંભ અને પણ સ્થાન આપવામાં આવ્યું છે. - જયંતી સાવલિયા (જ્વેલરી મેન્યુફેક્ચર્સ એસોસિએશન)
2 ગ્રામથી 200 ગ્રામ સુધીની આ જ્વેલરી : સાથે સાવલિયાએ જણાવ્યું હતું કે, આ જ્વેલરી ખાસ અમે ભારતના લોકો માટે તૈયાર કરી છે. હિપહોપ જ્વેલરીની વાત કરવામાં આવે તો આ 100 ગ્રામથી વધુ વજનની જ્વેલરી હોય છે. 2 ગ્રામથી 200 ગ્રામ સુધીની આ જ્વેલરી ડિઝાઇન કરવામાં આવી છે. આ મોટાભાગે 18 કેરેટથી લઈ 14 કેરેટ ગોલ્ડમાં તૈયાર થાય છે. આ ડાયમંડ જ્વેલરી હોય છે. આ જ્વેલરીની અંદર કલર સ્ટોન, મીનાકારી, કરવામાં આવી છે. જે રીતે માર્કેટમાં રિક્વાયરમેન્ટ હોય છે તે જ રીતે અમે આ જ્વેલરી તૈયાર કરતા હોઈએ છીએ.
ભારતીય પરંપરા અને દર્શાવવા માંગીએ છીએ : જ્વેલરી ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારી રોહન શાહે જણાવ્યું હતું કે, હાલમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કર્યું છે. જેને લઇ અમને વિચાર આવ્યું કે, અમે પણ જ્વેલરીમાં નવા સંસદ ભવનની ડિઝાઇનનો સમાવેશ કરીએ. આ ડિઝાઇન ભારતીય પરંપરાને દર્શાવે છે. તેનો ડિસ્પ્લે અમે ડોમેસ્ટિક અને આંતરરાષ્ટ્રીય માર્કેટમાં કરવા જઈ રહ્યા છે. એની ડિમાન્ડ પણ વધી રહી છે. રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો મેક ઇન ઇન્ડિયાનો કોન્સેપ્ટ છે. તેને અમે વૈશ્વિક સ્તરે રજુ કરી શકીએ આ માટે આ ખાસ ડિઝાઇન અમે મૂકી છે. લોકોને નવા સંસદ ભવનની ઇન્ફ્રાસ્ટ્રકચર અને ડિઝાઇન અંગે જાણકારી મળે આ માટે આ ખાસ જ્વેલરી તૈયાર કરવામાં આવી છે. આ સાથે જ હાલમાં નરેન્દ્ર મોદીના પેન્ડન્ટ ની પણ ખૂબ ડિમાન્ડ છે જેમાં લેજેન્ડ ઓફ વર્લ્ડ ના પેન્ડેન્ટ બન્યા છે.
- New Parliament Building: દિલ્હીમાં નવી સંસદ ભવન ખાતે લાઈટ અને લેસર શો
- PM મોદીને ભેટઃ સુરતના રિયલ ડાયમંડ અશોક સ્તંભ-સંસદ ભવનની ડિઝાઇનનું બ્રોચ
- NEW PARLIAMENT BUILDING : નવી સંસદ ભવન 140 કરોડ દેશવાસીઓની આકાંક્ષાઓ અને સપનાઓનું પ્રતિબિંબ છેઃ PM મોદી