સુરતથી ભુવનેશ્વર અને બેંગ્લોર વચ્ચે કનેક્ટિવિટી શરૂ, વૉટર કેનનથી ફ્લાઈટનું સ્વાગત - સુરત એરપોર્ટ
સુરત : સુરત થી ભુવનેશ્વર બેંગ્લોરની નવી ફ્લાઇટ શરૂ થતાં સુરતમાં રહેતા લાખો ઓરિસ્સાના લોકોને મોટી રાહત થઈ છે. એર ઇન્ડિયા BBI STV 519 ફ્લાઇટ જ્યારે સુરત એરપોર્ટ પર આવી ત્યારે વૉટર કેનનથી સ્વાગત કરવામાં આવ્યું હતું.

સુરત
હવેથી સોમવાર અને ગુરુવારે ભુવનેશ્વર થી સુરત આવી શકાશે. તેમજ શુક્ર અને રવિવારે ભુવનેશ્વર જઈ શકાશે. એર ઇન્ડિયા દ્વારા અગાઉ કરવામાં આવેલ જાહેરાત મુજબ ભુવનેશ્વર સને બેંગ્લોર વચ્ચે કનેક્ટિવિટી શરૂ કરવામાં આવી રહી છે. આ ફ્લાઇટના સપ્તાહમાં બે-બે અલગ અલગ રોટેશન રહેશે. તેમજ સોમવાર, ગુરુવાર ,શુક્રવાર અને રવિવાર રોજ ફ્લાઇટ ઓપરેટ થશે.
સુરતથી ભુવનેશ્વર અને બેંગ્લોર વચ્ચે કનેક્ટિવિટી શરૂ, વૉટર કેનનથી ફ્લાઈટનું સ્વાગત
- જેમાં બેંગ્લોર - ભુવનેશ્વર - સુરત - બેંગ્લોર ફ્લાઇટ સવારે 8 :40 કલાકે ભુવનેશ્વરથી ઉપડશે.
- 10:40 કલાકે સુરત આવશે.
- 11:10 કલાકે બેંગ્લોર જવા રવાના થશે.
- 1: 10 કલાકે બેંગ્લોર પહોંચશે.
- તેમજ બેંગ્લોર -સુરત - ભુવનેશ્વર - બેંગ્લોર ફ્લાઇટ સવારે 6 :10 કલાકે બેંગ્લોરથી ઉડાન ભરશે.
- 8 : 00 કલાકે સુરત આવશે.
- 8 : 30 કલાકે ભુવનેશ્વર જવા રવાના થશે.
- સવારે 10 : 30 કલાકે ભુવનેશ્વર પહોંચશે.