ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરત RTOની બેદરકારી, એક જ નામનું લાઇસન્સ 2 વ્યક્તિઓને આપ્યું - Investigation order by Surat RTO

સુરત RTO કચેરી દ્વારા એક જ નામનું લાઇસન્સ 2 વ્યક્તિઓને આપ્યું હોવાનું બહાર આવતા સુરત RTO ઓના અધિકારીઓ દોડતા થયા હતા અને આ બાબતને લઇને RTO અધિકારી ડી.કે.ચાવડાએ તપાસના આદેશ આપ્યા હતા.

સુરત
સુરત

By

Published : Mar 10, 2021, 5:11 PM IST

  • સુરત RTOની બેદરકારી સામે આવી
  • એક જ નામનું લાઇસન્સ 2 વ્યક્તિઓને આપ્યું હતું
  • સુરત RTO અધિકારી ડી.કે.ચાવડા દ્વારા તપાસના આદેશ આપાયા

સુરત RTO કચેરી દ્વારા એક જ નામનું લાઇસન્સ 2 વ્યક્તિઓને આપ્યું હોવાનું બહાર આવતા RTOના અધિકારીઓ દોડતા થયા હતા. જોકે જે વ્યક્તિએ લાઇસન્સ માટેની પરિક્ષા પણ આપી ન હતી જે આ ખોટા લાઇસન્સના આધારે કહી શકાય છે કે, RTOમાં વચેટિયાઓનો કે,પછી ખુદ RTOના કર્મચારીઓનો ગોલમાલ ચાલી રહી છે ત્યારે આ બધી જ બાબતોને લઈને RTO અધિકારી ડી.કે.ચાવડાએ તપાસના આદેશ આપ્યા હતા.

હાલ RTO અધિકારીઓ મૂંઝવણમાં છે

સુરત RTO માંથી એક જ નામનું લાઇસન્સ 2 વ્યક્તિઓ પાસે હોવાનું બહાર આવતા સુરત RTO અધિકારીઓ પણ મૂંઝવણમાં મુકાયા હતા. આ કઇ રીતે થયું એમને પણ જાણ ન હતી. રામદાસ ધુલીચંદ પરેના અસલ લાઇન્સ ધારક છે. તેમનું કેહવું છે કે બે અલગ અલગ વ્યક્તિઓ એક જ નામ એકજ સરનામું એકજ લાઇસન્સ નંબર હોવાથી હું પણ ચોકી ગયો હતો, ત્યાર બાદ મેં સુરત RTO કચેરીમાંથી લાઇસન્સ નંબર GJOY20110847608નું ડ્રાઇવિંગ લાઇસંન્સ ઇશ્યૂ કરાવ્યું હતું તેમાં જોયું તો બધુ જ બરાબર હતુ. પરંતુ એક જ નામના લાયસન્સમાં બે અલગ અલગ વ્યક્તિના ફોટોવાળા ઈશ્યુ થયાં હતા એટલે કે લાયસન્સ નંબર, નામ, સરનામું તમામ વિગત સરખી અને માત્ર ફોટો અલગ અલગ છે.

સુરત RTO દ્વારા તપાસના આદેશ

લાયસન્સમાં એક જ વ્યક્તિનું નામ, સરનામું ધરાવતી બે વ્યક્તિના ફોટોવાળું લાયસન્સ ઈશ્યુ થયું છે એ વાત તો બહાર આવી હતી. તો જ્યારે અસલ વ્યક્તિ દ્વારા બીજા લાયસન્સ માટે ફોર્મ ભરવામાં આવ્યું નથી તો બીજું લાયસન્સ કઈ રીતે બની જાય આ અંગે RTOના અધિકારો દ્વારા તપાસ થવી જ જોઈએ અને RTO કચેરીની બહાર ઘણા એવા લોકો બેઠા હોય છે. જેઓ દ્વારા એમ પણ કહેવામાં આવે છે કે તમારે વેહલા તે પેહલા લાયસન્સ બનાવું હોય તો બોલો એમ અને અમુક વાર લાયસન્સ અરજદાર પણ એમ માનીને કે લાયસન્સ ઘર બેઠા મળી જશે.આ અંગે પણ RTO અધિકારીએ તપાસ કરાવી જોઈએ.

ABOUT THE AUTHOR

...view details